હવે આખી દુનિયા IPL જોવા માટે ઉત્સુક વર્લ્ડ કપ પૂરો થયા બાદ હવે આખી દુનિયા IPL જોવા માટે ઉત્સુક છે અને તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે બીસીસીઆઈ મેનેજમેન્ટ શક્ય તેટલી વહેલી તકે આઈપીએલના ઓક્શનનું આયોજન કરી શકે છે. તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટ્રેડ દ્વારા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને તેની ટીમમાં સામેલ કર્યો છે. હાર્દિક પંડ્યા ઉપરાંત કેમેરોન ગ્રીન, રોમારિયો શેફર્ડ જેવા ખેલાડીઓને પણ એક ટીમમાંથી બીજી ટીમમાં ટ્રેડ દ્વારા મોકલવામાં આવ્યા છે.
હવે આખી દુનિયા IPL જોવા માટે ઉત્સુક
IPL 2024 માં આ વખતે ઘણી ટીમોના ખેલાડીઓમાં તો બદલાવ જોવા મળશે પણ તેની સાથે ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાઈ શકે છે. એ વાત તો જાણીતી જ છે કે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હવે શુભમન ગિલ છે અને ગિલ પહેલી વખત કેપ્ટનશિપ પદ સંભાળશે. આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સમાં કેપ્ટન શ્રેયસ અય્યરની વાપસી થઈ શકે છે જ્યારે દિલ્હી કેપિટલ્સની કમાન ઋષભ પંત ફરી સાંભળી શકે છે.
KKR ટીમનો કેપ્ટન શ્રેયસ અય્યર ગત સિઝનમાં ફિટ નહોતો એટલા માટે નીતિશ રાણાએ કેપ્ટનશીપ સંભાળી હતી. નીતિશના નેતૃત્વમાં KKR ટીમનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. KKR એ IPL 2023 સીઝનમાં 14 માંથી 6 મેચ જીતી હતી, અને 8 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ કપ્તાની સંભાળનાર નીતીશ રાણાએ 14 મેચમાં 31.77ની એવરેજ અને 140.96ની સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા હતા, જ્યારે 3 વિકેટ પણ લીધી હતી. જ્યારે, શ્રેયસ અય્યરને 2022ની IPL સિઝનમાં 12.25 કરોડ રૂપિયામાં કોલકાતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. શ્રેયસે IPL 2022ની 14 મેચોમાં 30.85ની એવરેજ અને 134.56ની સ્ટ્રાઈક રેટથી 401 રન બનાવ્યા હતા.
ઋષભ પંતે વર્ષ 2021માં પહેલીવાર દિલ્હી કેપિટલ્સની કપ્તાનીની કમાન સંભાળી હતી . વાસ્તવમાં, શ્રેયસ અય્યર, જે તે સિઝનમાં દિલ્હીનો કેપ્ટન હતો, તે ઈજાને કારણે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ 2022માં પંતને દિલ્હીએ કેપ્ટન તરીકે જાળવી રાખ્યો હતો. પંત 2023 IPL પહેલા જ ઈજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ ડેવિડ વોર્નરે કેપ્ટનશીપ સંભાળી હતી. વોર્નરે ગત સિઝનમાં 14 મેચમાં 36.86ની એવરેજ અને 131.63ની સ્ટ્રાઈક રેટથી 516 રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે