મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આવશે આમને-સામને ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં દેશમાં 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું વાર્ષિક ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યુ છે. અદાણી ગ્રુપ દેશમાં ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન તેલનો ઉપયોગ રિફાઇનરીઓ, ખાતર પ્લાન્ટ, સ્ટીલ ઉદ્યોગ અને શિપિંગ જેવા ઉદ્યોગોમાં બળતણ તરીકે થઈ શકે છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી એન્ટરપ્રાઈઝ એટલે કે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આવનારા સમયમાં આમને-સામને જોવા મળશે. કેન્દ્ર સરકારે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટો પ્લાન બનાવ્યો છે. આ બંને ગૃપે તેમાં રસ દાખવ્યો છે અને તે 21 કંપનીઓના લિસ્ટમાં સામેલ છે જેમને બિડ કરી છે.
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આવશે આમને-સામને
ભારત સરકાર દેશમાં ઈલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે ઉત્પાદન સાથે જોડાયેલ ગ્રાન્ટ આપી રહી છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઊર્જા સંક્રમણ લક્ષ્યનો એક ભાગ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝે તેના માટે બિડ લગાવી છે.
બીડમાં સૌથી મોટી બોલી ગૌતમ અદાણીની
સોલાર એનર્જી કોર્પ ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ અને અદાણી સિવાય ઓહમિયમ ઓપરેશન્સ, જોન-કોકરિલ ગ્રીનકો, વારી એનર્જી લિમિટેડ અને ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ પણ દેશમાં ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદનમાં રસ ધરાવે છે.
કંપની 600 મેગાવોટ ક્ષમતાના ઈલેક્ટ્રોલાઈઝર બનાવશે
ઈલેક્ટ્રોલાઈઝરનો ઉપયોગ ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનમાં થાય છે. તેની મદદથી, પાણી પરમાણુઓને તોડીને હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. તે નવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત છે અને પર્યાવરણ માટે છે. અદાણીએ ઈલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે સૌથી મોટી બીડ લગાવી છે. કંપની 600 મેગાવોટ ક્ષમતાના ઈલેક્ટ્રોલાઈઝર બનાવશે, જેમાંથી લગભગ અડધા સ્થાનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે.
આ મામલો છે 19900 કરોડ રૂપિયાનો
ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં દેશમાં 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું વાર્ષિક ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યુ છે. અદાણી ગ્રુપ દેશમાં ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન તેલનો ઉપયોગ રિફાઇનરીઓ, ખાતર પ્લાન્ટ, સ્ટીલ ઉદ્યોગ અને શિપિંગ જેવા ઉદ્યોગોમાં બળતણ તરીકે થઈ શકે છે, જે કાર્બન ઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ કરશે.
ગ્રીન હાઇડ્રોજન સંબંધિત અન્ય પ્રોત્સાહન માટે 14 કંપનીઓએ બિડ મૂકી છે. જેમાં રિલાયન્સ, અદાણી, અવાડા ગ્રુપ, ટોરેન્ટ પાવર અને સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ સામેલ છે. ભારત સરકાર ગ્રીન હાઈડ્રોજન અને ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન માટે 2.4 અબજ ડોલર એટલે કે અંદાજે 19,930 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવા જઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે