Abhayam News
AbhayamGujarat

મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન,આ રસ્તાઓ રહેશે બંધ

Modi will inaugurate Diamond Burse, these roads will be closed

મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન,આ રસ્તાઓ રહેશે બંધ Surat News: આગામી 17 ડીસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. સુરતમાં પીએમ મોદી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ તેમજ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે ત્યારે પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Modi will inaugurate Diamond Burse, these roads will be closed

આગામી 17 ડીસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. સુરતમાં પીએમ મોદી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગ તેમજ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે ત્યારે પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ કાર્યક્રમ સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પણ પ્રસીદ્ધ કરવામાં આવ્યું છે. 

મોદી કરશે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન,આ રસ્તાઓ રહેશે બંધ

નોંધનીય છે કે, 17 ડીસેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સ તેમજ ટર્મિનલ બિલ્ડીંગ સુરત એરપોર્ટનું ઉદ્ધાટન કરવા આવશે. આ કાર્યક્રમ સ્થળે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે તો બીજી તરફ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કાર્યક્રમ દરમ્યાન 3000 પોલીસ, 1800 હોમ ગાર્ડ અને 550 ટીઆરબીની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોમ્બિંગ નાઈટ કરી અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનના કાર્યક્રમ દરમ્યાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેમજ એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવનજરૂરીયાતના વાહનોને અગવડતા ના પડે તે માટે ટ્રાફિક શાખા દ્વારા સુચારું સંકલન પણ કરવામાં આવ્યું છે. 

Modi will inaugurate Diamond Burse, these roads will be closed

કાર્યક્રમને લઈને આ રૂટને ડાયવર્ઝન અપાયું 

પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાં મુજબ સવારે 8 વાગ્યાથી ઓએનજીસી ઓવરબ્રીજ સર્કલથી ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નબર 1 સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા પર કાર્યક્રમ પૂર્ણ થાય સુધી પ્રતિબંધ રહેશે. ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસકે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર કાર્યક્રમ પૂર્ણ થાય સુધી પ્રતિબંધ રહેશે.

વૈકલ્પિક રૂટ 

[1] સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા,કડોદરા,કામરેજ,કીમ ચોકડીથી ડાબે ટન લઇ સાયણ,વેલંજા,સાયણ ચેક પોસ્ટ,ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે. 

[2] પલસાણા/સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાત્વલા બ્રીજ નીચે સચિન જીઆઈડીસી ગેટ સામે ચાર રસ્તાથી જમણે ટન લઇ આશિષ હોટલ, ઉન ભેસ્તાન, દક્ષેશ્વર ત્રણ રસ્તા, ઉધના દરવાજાથી ડાબે ટન લઇ રીંગરોડ, અઠવાગેટ, ગુજરાત ગેસ સર્કલથી ડાબે ટન લઇ પાલ પાટિયા, ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ અવર જવર કરી શકાશે.

[3] હજીરા તરફથી સુરત શહેર બહાર જતા ભારે વાહનો પરત ઓએનજીસી ચાર રસ્તા બ્રીજ નીચેથી ડાબે ટન લઇ સાયણ ચેક પોસ્ટ,વેલંજા,સાયણ, કીમ ચોકડીથી પલસાણા તરફ જઈ શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આ શહેરના …

Abhayam

LIC એ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું

Vivek Radadiya

ગુજરાતના આ જિલ્લામાં સંક્રમણ વધતા 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન…

Abhayam