જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમાનો કારતક સુદ 11થી વિધિવત પ્રારંભ થયો છે. લાખો લોકો પરિક્રમા કરવા પહોંચી ગયા છે. પરિક્રમા રૂટ ઉપર પગ મુકવાની જગ્યા નથી. માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.
લોકોની સુવિધા માટે સામાજીક સંસ્થાઓ કામ કરી રહી છે. પરિક્રમા રૂટ ઉપર લોકો અન્નક્ષેત્ર ચલાવી રહ્યાં છે. અન્નક્ષેત્રમા હરી હરનો નાદ ગુંજી રહ્યો છે. તેમજ અનેક યાત્રાળુ સાથે રસોઇનો સામન લાવ્યા છે.
આ યાત્રાળુઓ પરિક્રમા રૂટ ઉપર રસોઇ બનાવી રહ્યાં છે. પરિક્રમા રૂટ ઉપર ભોજનની તમામ વ્યવસ્થા છે. રોટલ, રોટલા, શાક, ભજીયાં, ગાઠિયા, બુંદી, ભાત, ખીસડી વગેરે યાત્રાળુઓને પરિસવામાં આવી રહ્યું છે.
યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા તંત્ર પણ કામે લાગી ગયું છે. ગિરનારની પરિક્રમાને લઇને જૂનાગઢ તરફ વાહનોમાં પગ મુકવાની જગ્યા નથી.
લાખો લોકો પરિક્રમા કરવા પહોંચી ગયા છે.
પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે.
યાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રો પણ હરી હરના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભાવિકો પણ ભાવ સાથે ભોજન-ભજન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે.
આમ, ભક્તિમય માહોલ વચ્ચે અને અનેરા ઉત્સાહ સાથે પરિક્રમાના સમગ્ર રૂટ પર જય ગિરનારીનો નાદ ગૂંજી ઉઠ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……