Abhayam News
AbhayamGujaratSpiritual

દિવાળી બાદ શરૂ થશે લગ્ન જાણો શુભ મુહૂર્ત વિશે

દિવાળી બાદ શરૂ થશે લગ્ન જાણો શુભ મુહૂર્ત વિશે જામનગરના જ્યોતિષ મીનાક્ષીબેને જણાવ્યું હતું કે, આ વખતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કુલ 6 શુભ મુહૂર્ત છે. નવેમ્બર માસમાં તા. 28 અને 29 તથા ડિસેમ્બરમાં તા. 7,8 તેમજ 13,14 અને 15ના રોજ લગ્નના સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે.

દિવાળી બાદ શરૂ થશે લગ્ન જાણો શુભ મુહૂર્ત વિશે

    આજે જણાવીશું કે, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં લગ્ન કરવા માટેના શ્રેષ્ઠ મુહૂર્ત ક્યાં ક્યાં છે. કારણ કે, હિન્દુ ધર્મમાં લગ્નની તારીખ નક્કી કરતા પહેલા શુભ સમય અને દિવસની પસંદગી કરવાનું વિશેષ મહત્વ છે.

    આપણા ધર્મમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ખાસ મુહૂર્ત અને દિવસ જોવા માં આવે છે પછી જ શુભ કાર્યની શરૂઆત થાય છે. ત્યારે લગ્નની તારીખ નક્કી કરતા પહેલા પણ શુભ સમય અને મુહૂર્તની પસંદગી કરવી જરૂરી છે. 

    આ 6 મુહૂર્ત શુભ મુહૂર્ત છે

    જામનગરના જ્યોતિષ મીનાક્ષીબેન વીછીએ સાથેની વાતચીતમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ક્યાં ક્યા શુભ મુહૂર્ત છે. તેના વિશે વિગતવાર જાણકારી આપી હતી, મીનાક્ષીબેને જણાવ્યું હતું કે, આ વખતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કુલ 6 શુભ મુહૂર્ત છે. જેમાં નવેમ્બર માસમાં તા. 28 અને 29 તથા ડિસેમ્બરમાં તા. 7,8 તેમજ 13,14 અને 15ના રોજ લગ્નના સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે.

    નવેમ્બર- 28, 29 ડિસેમ્બર- 7,8,14 અને 15. આમ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં કુલ 6 શુભ મુહૂર્ત છે. જેમાં વર-કન્યા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

    જ્યોતિષ મીનાક્ષીબેને કહ્યું કે, આ 6 મુહૂર્ત શુભ મુહૂર્ત છે પણ યુવક અને યુવતીની કુંડળીના આધારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે, જેથી લગ્નની તારીખ નક્કી કરતા પહેલા જ્યોતિષ કે, બ્રાહ્મણને એક વખતે બંનેની કુંડળી બતાવીને પછી જ તારીખ નક્કી કરવી જોઈએ. કારણ કે, જ્યોતિષની મદદથી તમને લગ્નનો શુભ સમય, મુહૂર્ત અને દિવસ નક્કી કરવામાં સરળતા રહે છે અને આગળ જતા લગ્ન જીવનમાં પણ કોઈ સમસ્યા આવતી નથી.

    આપણા હિન્દુ ધર્મમાં લગ્ન માટે નક્કી કરવા માટે સૌથી પહેલા શુભ દિવસ અને શુભ મુહૂર્ત પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે, એક સફળ લગ્ન જીવન માટે શુભ દિવસ અને શુભ મુહૂર્તની પસંદગી કરવી ખુબ જ જરૂરી છે. કોઈ કપલ માટે લગ્નની તારીખ તેમના જન્મના સમય અને ચંદ્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

    વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

    તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

    Related posts

    સંઘર્ષનાં સાથી કાર્યક્રમમાં કોરોનાની બીજી લહેરમાં સેવા આપનાર ડોક્ટરોને સન્માનિત કરાયા..

    Abhayam

    આ રાજ્યે વેક્સિનેશન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવી..

    Kuldip Sheldaiya

    બાળકો તોફાન કરે તોય હવે શિક્ષકો નહીં આપી શકે આવી સજા

    Vivek Radadiya