લગ્ન માટે દીકરીની ઉમર 21 વર્ષની કરો રાજકોટમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. SPG દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર આપી લગ્નનાં કાયદાનાં સુધારો કરવાની માંગ કરી હતી. તેમજ લગ્ર માટે દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે. અને દીકરીઓને અમુક યુવકો ફોસલાવી લઈ જાય છે. તે તમામ બાબતે સુધારો કરવાની એસપીજી દ્વારા માંગ કરાઈ હતી.
રહેઠાણ વિસ્તારમાં જ દીકરીને લગ્નનો દાખલો મળવો જોઈએઃ લાલજી પટેલ
આ બાબેત SPG નાં પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે, અમે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે, લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવામાં આવે. લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારા માટે છેલ્લા ત્રણ વર્ષથી અમારી લડત ચાલી રહી છે. ત્યારે લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો આવે તે માટે આજે પણ અમે મુખ્યમંત્રીને લેટર આપ્યો છે.
લગ્ન માટે દીકરીની ઉમર 21 વર્ષની કરો
જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. માતા-પિતાને પૂછ્યા વગર એ કાયદામાં સુધારો થવો જોઈએ. 18 વર્ષની દીકરી હોય અને 21 વર્ષનો દીકરો હોય એ કોઈ પણ જ્ઞાતિમાં કે કોઈ પણ સમાજમાં લગ્ન કરી શકે છે. અમે પ્રેમ લગ્નનાં વિરોધી નથી. પણ જે ખોટી રીતે લગ્ન કરીને લોકો ભાગી જાય છે. અમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને લગ્નનાં કાયદામાં દિકરીની ઉંમર પ્રમાણે લગ્નએ એનાં વિસ્તારમાં એટલે કે ગ્રામ્ય કક્ષાએ હોય તો ગ્રામ પંચાતમાંથી લગ્નનો દાખલો આપવો જોઈએ. અને શહેર વિભાગ હોય તો શહેરની અંદર દાખલો આપવો જોઈએ.
લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવા માટે તમામ જ્ઞાતિનાં લોકોએ અમને સમર્થન આપ્યુંઃ લાલજી પટેલ (એસપીજી)
ત્યારે લગ્ન ખોટા અટકાવવા માટેની અમારી જે લડત છે. તો લડતને સમર્થન આપવા માટે મુખ્યમંત્રીએ પણ હૈયાધારણા સરદાર પટેલ સ્નેહ મિલન સમારંભમાં આપી હતી. તો ફરીથી તેમને યાદ કરાવ્યું કે પાંચ મહિનાનો સમયમાં લગ્ન નોંધણીનાં કાયદામાં સુધારો કરવા માટે તમામ જ્ઞાતિનાં લોકોએ અમને સમર્થન આપ્યું છે. કે ખરેખર લગ્ન નોંધણીમાં સુધારો થવો જોઈએ. દીકરીઓનો પ્રશ્ન છે. આ કોઈ પાટીદાર સમાજની એકલી દિકરીઓનો પ્રશ્ન નથી. સર્વ સમાજ, સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મની દીકરીઓનો આ પ્રશ્ન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે