Abhayam News
AbhayamGujaratNews

ગિફ્ટ સિટીની જેમ સુરત, મોરબી અને રાજકોટમાં પણ મુજબ દારૂ પીવા મળી શકે છૂટ!,

ગિફ્ટ સિટીની જેમ સુરત, મોરબી અને રાજકોટમાં પણ મુજબ દારૂ પીવા મળી શકે છૂટ!, ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી-ગિફ્ટ સિટી વિસ્તારમાં “વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે.

Like Gift City, Surat, Morbi and Rajkot are also allowed to drink alcohol!

‘ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે’
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી, તજજ્ઞો આવશે જેથી સમગ્ર નિર્ણય લેવાયો છે. વધુમાં રાઘવજી પટેલએ કહ્યું કે, રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે

ગિફ્ટ સિટીની જેમ સુરત, મોરબી અને રાજકોટમાં પણ મુજબ દારૂ પીવા મળી શકે છૂટ!,

Like Gift City, Surat, Morbi and Rajkot are also allowed to drink alcohol!

વાઈન એન્ડ ડાઈન નિયમોમાં ફેરફાર કરાયો
ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી (GIFT City)એ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધીઓથી ધમધમે છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં ” વાઈન એન્ડ ડાઈન” ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય થયેલ છે. 

કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે
આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી “વાઈન એન્ડ ડાઈન” આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુઓ :-સુરતના મેયરનો બંગલો આટલા કરોડના ખર્ચે તૈયાર…

Abhayam

કપાસના ઓછા ભાવનું કારણ શું?

Vivek Radadiya

ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટનામાં મધરાત્રે સુરતનાં સેવા સંસ્થાના આ ત્રણ યુવાનો મદદે પહોંચ્યા.

Abhayam