રેટ માઇનર્સ પદ્ધતિ જાણો કેવી રીતે કરે છે કામ ફસાયેલા કામદારોને બચાવવા માટે ટનલની અંદર રેટ માઇનર્સ પદ્ધતિ દ્વારા મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રિલિંગ રેટ માઇનર્સ દ્વારા 57 મીટર સુધી કરવામાં આવ્યું હતું. ત્યારે અમે તમને જણાવીશુ કે રેટ હોલ માઇનર્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે મંગળવારનો દિવસ સારો સાબીત થયો છે. 17 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોના બચાવ કાર્યમાં લાગેલી ટીમને અંતે સફળતા મળી છે. ફસાયેલા શ્રમિકોને રેટ માઇનર્સ દ્વારા ઉંદરની જેમ ખાણ ખોદીને બહાર કાઢવામાં આવ્યા છે.
ફસાયેલા કામદારોને બચાવવા માટે ટનલની અંદર રેટ માઇનર્સ પદ્ધતિ દ્વારા મેન્યુઅલ ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રિલિંગ રેટ માઇનર્સ દ્વારા 57 મીટર સુધી કરવામાં આવ્યું હતું. ત્યારે અમે તમને જણાવીશુ કે રેટ હોલ માઇનર્સ શું છે અને તે કેવી રીતે કામ કરે છે.
શું છે રેટ હોલ માઇનિંગ?
રૅટ-હોલ માઇનિંગ એ એક એવી પદ્ધતિ છે કે જેમાં કામદાર દ્વારા કોલસો કાઢવા માટે નાના નાના ખાડા ખોદીને નીચે જાય છે. જો કે આ પદ્ધતિ વિવાદાસ્પદ અને ગેરકાયદેસર પણ છે. જો કે આ પ્રથા ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયમાં પ્રચલિત હતી.કામદારો નાની નાની ટનલ ખોદે છે અને ચાર ફૂટ પહોળા સાંકડા ટનલમાં ઉતરે છે. જેમાં ફક્ત એક જ વ્યક્તિ હોય છે. તેઓ વાંસની સીડી અને દોરડાનો ઉપયોગ કરીને નીચે ઉતરે છે, પછી પીક્સ, પાવડો અને ટોપલીઓ વગેરેનો ઉપયોગ કરીને જાતે કોલસો કાઢે છે.
રેટ હોલ માઇનિંગ કેવી રીતે કરવામાં આવે છે?
રેટ હોલ માઈનિંગ માટે કોઈ મોટા મશીનનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેના બદલે રેટ હોલ માઈનર્સ આ માટે હેન્ડ ટૂલ્સનો ઉપયોગ કરે છે. તેઓ ધીમે ધીમે એક પાતળી ટનલ ખોદીને કાટમાળ બહાર કાઢે છે. તે બરાબર એવી જ રીતે કામ કરે છે જેવી રીતે ઉંદરો તેમનો દર બનાવે છે.
રેટ હોલ માઇનર્સ કોણ છે?
રૅટ હોલ માઇનર્સ એ ભારતના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો છે. જે નાની નાની ટનલની મદદથી ખાણની અંદરથી ખનીજ બહાર કાઢે છે. આ સમુદાયના લોકો ખાસ કરીને મેઘાલય, જોવાઈ અને ચેરાપુંજીમાં રહે છે. તે દેખાવમાં ખૂબ પાતળા હોય છે, જેથી તેઓ સરળતાથી સાંકડી ટનલમાં પ્રવેશી શકે. તેમની મદદથી જ ઉત્તરકાશીની સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવાનું કામ સફળ થયુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે