સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારના ઉમેદવારોએ ચૂંટણી વખતે એમની સાચી વિગત ન આપતા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. તાજેતરમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસમાંથી કુલ આઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
આ મામલે અરજદારે વાંધો ઊઠાવતા RIT થઈ હતી. જેમાંથી કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ વિગત અનુસાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રકમાં ખોટી વિગત ભરી નાંખી હતી. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત આવી હતી કે, ચૂંટણી એક્ટની જોગવાઈ અનુસાર ફોર્મમાં સાચી વિગત ન દર્શાવતા ઉમેદવારો સામે કાયદાકીય પગલાં ભરવા જોઈએ. જોકે, આ પહેલા આ કેસમાં અરજદારે રાજ્ય ચૂંટણી પંચને આ અંગે રૂજઆત કરી હતી. કોર્ટ સામે અરજદારે એવી પણ રજૂઆત કરી કે, રાજ્ય ચૂંટણીપંચ અમારી કોઈ ફરિયાદ અંગે કંઈ સાંભળતું નથી.
આ પછી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય ચૂંટણીપંચને આઠ અઠવાડિયામાં નિર્ણય લેવા માટે ટકોર કરી હતી. અમદાવાદ શહેરના બોડકદેવ વોર્ડ નં.19ના આઠ ઉમેદવારો સામે રાજ્યના ચૂંટણી પંચે ઉમેદવારી પત્રકમાં સાચી વિગત ન ભરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના આઠ ઉમેદવારો સામે કાયદાકીય પગલાં લેવાયા છે.
આ મામલે યોગ્ય એક્શન લેવા પણ અમદાવાદ ક્લેક્ટરને આદેશ આપવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોમાં વિરમ દેસાઈ, નૈમેષ શાહ, ચેતન શર્મા અને જાનકી પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપના ઉમેદવારોમાં કાંતિ પટેલ, દેવાંગ દાણી, વસન્તી પટેલ અને દિપ્તી અમરકોટિયાનો સમાવેશ થાય છે. જોકે, આ મામલો સામે આવતા કોર્પોરેટર લોબીમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. જોકે, ઉમેદવારોએ ખોટી વિગત આપી હોવાનો આ કોઈ પહેલા બનાવ નથી. આ પહેલા પણ ઘણા ઉમેદવારોએ આવી ભૂલ કરી છે.
હાઇકોર્ટમાં દાખલ અરજીની સુનાવણી દરમિયાન અરજદારે તમામ પૂરાવા રજૂ કર્યા હતા. હવે આ તમામ ઉમેદવારમાં ચૂંટાયેલા ઉમેદવારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. અરજદારના વકીલ વિવેક ભામરેએ જણાવ્યું હતું કે, અરજદારે આ બોડકદેવ બેઠકના 8 ઉમેદવાર સામે કરેલા આક્ષેપમાં અનેક પૂરાવા ભેગા કરેલા છે. જેમાં ઉમેદવારે રજૂ કરેલી માહિતીની ચકાસણીમાં તેઓને આ ઉમેદવારની વધારાની આવક અને વ્યવસાય હોવાનું સામે આવ્યું હતું. હાઇકોર્ટમાં આ અરજીની સુનાવણી દરમિયાન અમે તમામ પૂરાવા કોર્ટે સમક્ષ રાખ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…