ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે.
Congress MLA from Khambhat Chirag Patel: લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના રડાર પર છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તો આજે મધ્ય ગુજરાતથી કોંગ્રેસના એક ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યા છે. ચર્ચા છે કે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપશે.
ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું
વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપાતું હોય છે ત્યારે ગયા અઠવાડિયાની જેમ અધ્યક્ષના કાર્યાલયની ગતિવિધી તેજ થાય તેવી જાણકારી મળી રહી છે. સૂત્રોનું માનીએ તો રાજીનામુંઆપનાર ધારાસભ્ય સવારે 11 વાગ્યે વિધાનસભા પરિસર પહોંચનાર છે.
182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને 181ની થઈ છે અને આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તો તે સંખ્યા ઘટીને આજે 180ની થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. જે આજે ધારાસભ્ય રાજીનામું આપે તો ઘટીને 16નું થઈ જશે.
જોકે ધારાસભ્યનાં રાજીનામાનો શરૂ થયેલો આ સિલસિલો સમગ્ર અઠવાડિયા દરમિયાન યથાવત રહેશે તેવા સંકેત મળી રહ્યા છે. ચિરાગ પટેલ તરફથી રાજીનામું આપવાની ચર્ચા મુદ્દે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતું એ હક્કીત છે કે ચિરાગ પટેલ પ્રદેશ ભાજપના નેતાઓના સંપર્કમાં લાંબા સમયથી હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે