Abhayam News
AbhayamGujaratPolitics

2024ની લોકસભા ચૂંટણી લડશે કંગના 

Kangana will contest the 2024 Lok Sabha elections

2024ની લોકસભા ચૂંટણી લડશે કંગના  બોલિવુડ અભિનેત્રી કંગના રણૌત ચુંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યાં જ હવે તેમના પિતાએ આ ચર્ચાઓ પર ફૂલસ્ટોપ લગાવી દીધો છે. કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે. જોકે પિતાએ કહ્યું છે કે ભાજપ નક્કી કરશે કે તેમની દિકરી કંગના ક્યાંથી ચૂંટણી લગડશે. 

Kangana will contest the 2024 Lok Sabha elections

2024ની લોકસભા ચૂંટણી લડશે કંગના 

અભિનેત્રી કંગના રણૌતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું છે કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે એ વાતને પાર્ટી નેતૃત્વ જ નક્કી કરશે. મોટી વાત એ છે કે કંગનાએ બે દિવસ પહેલા કૂલ્લૂમાં પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમની ચુંટણી લડવાની ચર્ચાઓ વધારે થઈ રહી હતી. પરંતુ હવે પિતાએ સ્પષ્ટ કરી દીધુ છે કે કંગના ચૂંટણી લડશે. 

Kangana will contest the 2024 Lok Sabha elections

આરએસએસના કાર્યક્રમમાં પણ આપી હતી હાજરી 
ગયા અઠવાડિયે હિમાચલના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તરફથી સોશિયલ મીટ કાર્યક્રમ કરાવવામાં આવ્યું હતું. તેમાં પણ કંગના પહોંચી હતી અને કહ્યું હતું કે આરએસએસની વિચારધારા, તેમની વિચારધારાથી મેળ નથી કરતી. જણાવી દઈએ કે કંગનાના મંડી લોકસભા સીટ કે પછી ચંડીગઢથી ચૂંટણી લડવાની ચર્ચાઓ છે. 

મંડીની રહેવાસી છે કંગના 
મહત્વનું છે કે ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત મૂળ મંડી જિલ્લાના સરકારઘાટ વિધાનસભા ક્ષેત્રથી ભાંબલા ગામની રહેવાસી છે અને તેમણે મનાલીમાં પોતાનું એક ઘર બનાવ્યું છે. તેમનો પરિવાર હવે મનાલીમાં જ રહે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

Gujarat Election:: કેજરીવાલે વડોદરામાં આપી વધુ એક ગેરંટી, સરકાર બની તો જૂની પેન્શન યોજના કરાશે લાગુ.

Archita Kakadiya

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટની એન્ટ્રી થતા કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી, કેટલાક રાજ્યોમાં હાઈ એલર્ટ કર્યું જાહેર..

Abhayam

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યએ કોંગ્રેસનો સાથ છોડ્યો

Vivek Radadiya