Abhayam News
AbhayamPolitics

જસ્ટિન ટ્રૂડોનું ભારતને લઈને મોટુ નિવેદન 

Justin Trudeau's big statement about India

જસ્ટિન ટ્રૂડોનું ભારતને લઈને મોટુ નિવેદન  કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ ભારત-કેનેડાના સંબંધને લઈને ફરી એક મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નૂના કથિત મર્ડર પ્લોટને લઈને અમેરિકાની ચેતાવણી બાદ ભારત-કેનેડાના સંબંધમાં ટોનલ શિફ્ટ જોવા મળી છે. 

Justin Trudeau's big statement about India

જસ્ટિન ટ્રીડોનું આ નિવેદન શૉકિંગ છે. થોડા મહિના પહેલા તેમણે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટોના હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ ભારતે કેનેડાના સામે કડક પગલા ભરતા તેમના નાગરિકો માટે વીઝા સર્વિસને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી નાખી અને બીજા પણ ઘણા પગલા ભર્યા હતા. 

જસ્ટિન ટ્રૂડોનું ભારતને લઈને મોટુ નિવેદન 

બાદમાં અમેરિકાએ પન્નૂની હત્યાના કથિત ક્ષડયંત્રમાં ભારતનો હાથ હોવાનો દાવો કર્યો. તેમના તરફથી કહેવામાં આવ્યું કે ભારત સરકારનું વલણ અમેરિકાના પ્રતિ તેવું નથી, જેવું કેનેડા માટે હતું. જોકે વિદેશ મંત્રી એસ જયશંકરે તેનું કારણ જણાવ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ વિદેશી ધરતી પર ભારતના વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે. 

Justin Trudeau's big statement about India

ટ્રૂડોએ જણાવ્યું કે ભારતને હવે એવો અહેસાર થયો છે કે તે હવે આનાથી (નિજ્જર હત્યાકંડા અને પન્નૂ મર્ડર પ્લોટ)થી બચીને નહીં નિકળી શકે. ટ્રૂડોએ જણાવ્યું કે હવે એ સમજી લેવું જોઈએ કે કેનડાના વિરૂદ્ધ હુમલો કરવાથી સમસ્યા દૂર નથી થવાની. તેમણે એમ પણ જણાવ્યું કે કેનેડા આ મુદ્દા પર હજુ ભારતની સાથે લડાઈ નથી કરવા માંગતા. ટ્રૂડોએ આ વાત પર પણ ભાર આપ્યો કે કેનેડા લોકોની સુરક્ષા અને કાયદાના શાસન માટે ઉભુ રહેશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મહેશભાઈ ની આગેવાની માં હજારો લોકો આમ આદમી પાર્ટી માં જોડાશે..

Abhayam

આ જગ્યાએ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં : આટલા લોકોના મોત થયા ..

Abhayam

ગુજરાતી ગીત ‘Khalasi’ સોશિયલ મીડિયા પર ધૂમ 

Vivek Radadiya