IPL 2024: હાર્દિક પંડ્યા છોડશે ગુજરાત ટાઈટન્સનો સાથ? IPL 2024 માટે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર થવામાં માત્ર એક દિવસ બાકી છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ 26મી નવેમ્બર સુધીમાં પોતપોતાની યાદી જાહેર કરવાની રહેશે.
શું હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં આગમન થઈ ગયું છે? આ સવાલ છેલ્લા 24 કલાકથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આગામી 36 કલાકમાં એ સ્પષ્ટ થઈ જશે કે હાર્દિક IPLની આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળશે કે પછી તે માત્ર ગુજરાત ટાઈટન્સ તરફથી જ રમશે.
IPL 2024: હાર્દિક પંડ્યા છોડશે ગુજરાત ટાઈટન્સનો સાથ?
IPL 2024 માટે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર થવામાં માત્ર એક દિવસ બાકી છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ 26મી નવેમ્બર સુધીમાં પોતપોતાની યાદી જાહેર કરવાની રહેશે. આવી સ્થિતિમાં હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી અંગેની અટકળોને રિટેન્શન લિસ્ટ જાહેર થયા બાદ જ સાફ થશે. જો કે, અમે તમને તેના ટ્રાન્સફર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતી વખતે, BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, હાર્દિક ગત IPLના અંતથી મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝીના સંપર્કમાં હતો. વર્લ્ડ કપ 2023 શરૂ થવાના બે મહિના પહેલા,
આગામી IPL પહેલા જ બંને વચ્ચે ટ્રાન્સફરની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. હવે બંને ફ્રેન્ચાઇઝીસને આ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે બાકીની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની બાકી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જાહેરાત કરવામાં આવશે.
IPLમાં હાર્દિક એક શાનદાર કેપ્ટન સાબિત થયો છે
ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાને 15 કરોડમાં ખરીદ્યો હતો. હાર્દિકે તેની પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. બીજી સિઝનમાં તે ફરીથી પોતાની ટીમને ફાઇનલમાં લઈ જવામાં સફળ રહ્યો હતો. તેમની બદલી ગુજરાત માટે આસાન નથી.
મુંબઈ ઈન્ડિયન્સ માટે છેલ્લી બે સિઝન રહી છે ખરાબ
બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી બે સિઝન ઘણી ખરાબ રહી છે. રોહિત શર્મા પોતાની ટીમને સફળતા અપાવી શક્યો નથી. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ પણ ભાવિ કેપ્ટનની શોધમાં છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની વાપસી તેના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
ગુજરાત ટાઈટન્સમાં હાર્દિકના સ્થાને કોણ કરી શકે કેપ્ટનશિપ?
હવે, જો ગુજરાત ટાઇટન્સને સતત બે સિઝનમાં આટલી ઊંચાઈ પર લઈ જનાર એકમાત્ર અને સફળ કેપ્ટન હાર્દિક પંડ્યા ગુજરાત છોડી દે તો આ ટીમની કેપ્ટનશિપ કોણ કરશે. ચાલો અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ જણાવીએ. ભારતના ઘણા ક્રિકેટ ચાહકો સ્પષ્ટપણે કહે છે કે હાર્દિક પછી શુભમન ગિલ પહેલો વિકલ્પ હોવો જોઈએ,
જેને ગુજરાત ટાઇટન્સની કેપ્ટન્સી સોંપવામાં આવે. ગુજરાત પાસે હાલમાં ગિલ સિવાય કેપ્ટનશિપ માટે અન્ય કોઈ ભારતીય વિકલ્પ નથી, પરંતુ ગિલ પાસે કેપ્ટનશિપનો કોઈ અનુભવ નથી. જો કે, ગુજરાત પાસે વિદેશી કેપ્ટનોના ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમને તેઓ હાર્દિક બાદ કેપ્ટનશિપ સોં
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…