Abhayam News
Abhayam

IB અને પોલીસની તપાસમાં થયો ખુલાસો

Investigation by IB and police revealed

IB અને પોલીસની તપાસમાં થયો ખુલાસો પંજાબ પોલીસે હાથ ધરેલ પુછપરછમાં અંજુએ જણાવ્યું કે તે 21 જુલાઈના રોજ પાકિસ્તાન ગઈ હતી. દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાની નાગરિક નસરુલ્લા સાથે લગ્ન કરતા પહેલા તેણે ખ્રિસ્તી ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કર્યા પછી તેણે નસરુલ્લા સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ નિકાહ કર્યા.

Investigation by IB and police revealed

ભારતથી પાકિસ્તાનમાં પોતાના પ્રેમીને મળવા ગયેલી અંજુ ભારત પરત ફરી છે. પરંતુ અંજુ કેમ પાછી આવી છે, શું તે કાયમ માટે ભારત આવી છે કે પછી પાકિસ્તાન પાછી ફરશે ? ભારત આવવાનો તેનો હેતુ શું છે ? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ દરમિયાન પંજાબમાં ઈન્ટેલિજન્સ બ્યુરો અને પંજાબ રાજ્યની પોલીસ ઈન્ટેલિજન્સે, ભારત પાછી ફરેલ અંજુની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન અંજુએ ઘણા ખુલાસા કર્યા છે.

Investigation by IB and police revealed

IB અને પોલીસની તપાસમાં થયો ખુલાસો

પંજાબ પોલીસે હાથ ધરેલ પુછપરછમાં અંજુએ જણાવ્યું કે તે 21 જુલાઈના રોજ પાકિસ્તાન ગઈ હતી. દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાની નાગરિક નસરુલ્લા સાથે લગ્ન કરતા પહેલા તેણે ખ્રિસ્તી ધર્મ છોડીને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કર્યા પછી તેણે નસરુલ્લા સાથે ઇસ્લામિક રીત રિવાજ મુજબ નિકાહ કર્યા. જો કે પૂછપરછ દરમિયાન અંજુએ જણાવ્યું કે હાલમાં તેની પાસે લગ્ન સંબંધિત કોઈ દસ્તાવેજ નથી.

ઈન્ટેલિજન્સ બ્યુરો અને પંજાબ પોલીસ દ્વારા હાથ ધરાયેલ પૂછપરછ દરમિયાન અંજુએ કહ્યું કે તે તેના પતિ અરવિંદને છૂટાછેડા આપીને પાકિસ્તાન પરત જશે. અંજુ, તેના બંને બાળકોને પોતાની સાથે પાકિસ્તાન લઈ જવાનો પણ પ્રયાસ કરશે. આ સાથે અંજુએ એમ પણ જણાવ્યું કે તેણે ઈસ્લામ ધર્મ કબૂલ કર્યા બાદ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા.

Investigation by IB and police revealed

‘પાકિસ્તાની સેના સાથે કોઈ સંબંધ નથી’

ઈન્ટેલિજન્સ બ્યુરો અને પંજાબ પોલીસે અંજુની પાકિસ્તાનના સંરક્ષણ કર્મચારીઓ સાથેના સંબંધો વિશે પૂછપરછ કરી હતી. જેમાં તેણે કહ્યું કે તેનો પાકિસ્તાનની સૈન્ય સાથે કોઈ સંબંધ નથી અને ના તો તે પાકિસ્તાનની સેનામાં કોઈને ઓળખે છે. નોંધનીય છે કે અંજુને લઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ પોલીસના મનમાં પણ અનેક પ્રકારના સવાલો સળવળી ઉઠ્યાં છે.

અંજુ તેના પતિને છૂટાછેડા આપીને પાકિસ્તાન જશે

પોલીસે અંજુને પાકિસ્તાન પાછા જવા વિશે પણ પૂછ્યું છે. જેના જવાબમાં અંજુએ કહ્યું કે તે તેના પતિ અરવિંદ સાથે છૂટાછેડા લેવા ભારત આવી છે. તેણીએ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેણી તેના બંને બાળકોને સાથે પાકિસ્તાન લઈ જવાનો પ્રયાસ કરશે. જેઓ હાલના દિવસોમાં તેમના પિતા સાથે રહે છે.

Investigation by IB and police revealed

અંજુ અને નસરુલ્લાની મુલાકાત ફેસબુક દ્વારા થઈ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, અંજુ તેના પતિ અરવિંદ અને બે બાળકો સાથે રાજસ્થાનના અલવરમાં રહેતી હતી. અંજુ અને તેનો પતિ બંને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. આ દરમિયાન અંજુની મુલાકાત પાકિસ્તાનમાં રહેતા નસરુલ્લાહ નામના વ્યક્તિ સાથે ફેસબુક દ્વારા થઈ હતી અને પછી બંને પ્રેમમાં પડ્યા હતા. જયપુર ફરવા જવાના બહાને અંજુ પાકિસ્તાન ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ઈટલીથી ભારત આવેલી ફ્લાઈટમાં સતત બીજા દિવસે 290માંથી 150 લોકો પોઝિટિવ નિકળ્યા….

Abhayam

સુરત:-પરાઠાની લારી ચલાવનાર બે ભાઈઓને રાતે ઉમરા પોલીસના PIએ માર માર્યો હોવાનો આક્ષેપ..

Abhayam

સુરત : ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ હવે હવાઈ યાત્રા મોંઘી થશે

Vivek Radadiya