Abhayam News
AbhayamNews

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત stock market news: ભારતીય શેરબજારમાં તેજીનો દોર જારી રહ્યો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે પણ બજારના બંને સૂચકાંકો લીલા નિશાન પર ખુલ્યા હતા અને રોકેટની ઝડપે દોડવા લાગ્યા હતા. એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછળીને 71,000ને પાર કરી ગયો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ નવા ઓલટાઇમ હાઈ લેવલને સ્પર્શી ગયો હતો.

ઓલટાઇમ હાઈ
અગાઉના ટ્રેડિંગ દિવસની જેમ ગુરુવારે પણ શેરબજારમાં તોફાની શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 282.80 પોઈન્ટ – 0.40 ટકાના વધારા સાથે 70,797ના સ્તરે ખૂલ્યો હતો અને ટુંકમાં જ નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. BSE સેન્સેક્સ 71,000 ની સપાટીને પાર કરી ગયો હતો અને સવારે 10.28 વાગ્યે તે 519.34 પોઈન્ટના વધારા સાથે 71,033.54 ના સ્તરે ટ્રેડ કર્યો હતો. સેન્સેક્સની જેમ NSEનો નિફ્ટી પણ તેની ગતિ જાળવી રહ્યો છે. શુક્રવારે નિફ્ટી 50 87.30 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઉછાળા સાથે 21,270 પર શરૂ થયો હતો અને થોડી જ વારમાં 21,300ની સપાટી વટાવી ગયો હતો. નિફ્ટી ઈન્ડેક્સ (NIFTY 50) 151.90 પોઈન્ટ – 0.70 ટકાના વધારા સાથે 21,334.60ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.  

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત

712 કંપનીઓના શેરમાં ઉછાળો
શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ 1712 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો હતો. જ્યારે 411 શેર લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યા હતા. આ સિવાય 109 શેર એવા હતા જેમાં કોઈ ફેરફાર થયો નથી. શુક્રવારે જે શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. તેમાં ઈન્ફોસિસ, હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. જેનાથી વિપરીત, HDFC લાઇફ, પાવર ગ્રીડ કોર્પ, ભારતી એરટેલ, નેસ્લે અને બ્રિટાનિયાના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.

સેન્સેક્સ 930 પોઇન્ટના વધારો
ગુરુવારે અગાઉના ટ્રેડિંગ દિવસે શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 930 પોઇન્ટના વધારા સાથે 70,514ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 256 પોઈન્ટ વધીને 21,183ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે કારોબારમાં દરેક સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી અને નિફ્ટી પર બેન્ક, ફાઇનાન્સિયલ, ઓટો, આઇટી, એફએમસીજી, ફાર્મા, મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

જુઓ જલ્દી:-અમદાવાદની આ કંપનીમાં ભીષણ આગ..

Abhayam

ઈતિહાસ :: ગામડાની એક સવાર

Abhayam

લોકસભામાં ચાલુ કાર્યવાહી ધસી આવ્યો શખ્સ 

Vivek Radadiya