Abhayam News
AbhayamGujarat

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન Vibrant Gujarat 2024 : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નુ ઉદ્ધાટન PM મોદીના હસ્તે થવાનું છે.દેશ-વિદેશના મહેમાનોની હાજરી વચ્ચે PM મોદીએ ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન થવાનું છે.  મહત્વનું છે કે, ગઈકાલે અને આજે આવી રહેલા દેશ-વિદેશના મહેમાનો હાલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં  PM મોદી સાથે દરેક મહાનુભાવોનું ફોટોશૂટ થયું હતું.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130 થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. PM મોદીએ ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’નો વિચાર વિશ્વ સમક્ષ લીધો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ધાટન

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ના ચીફ ગેસ્ટ UAEના પ્રેસિડેન્ટે અચાનક જ કાર્યક્રમ છોડીને જવું પડ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ મુખ્યમંત્રીના સ્વાગત ભાષણના તરત બાદ જ વાઇબ્રન્ટ સમિટને સંબોધિત કરી અને બાદમાં સમિટમાંથી પ્રસ્થાન કર્યું છે.

મહાત્મા મંદિરની બહાર પૂરતી પોલીસ સુરક્ષા રાખવામાં આવી છે. જે પણ લોકો આવે છે તેને અલગ અલગ ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવી રહી છે. આજે સવારે 9.40 વાગ્યે નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ વખતે પણ દર વખતની જેમ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય તેવી શક્યતા છે. UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પોતાના કાફલા સાથે મહાત્મા મંદિર પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા.

UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પોતાના કાફલા સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં નરેન્દ્ર મોદી સાથે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિયાલા, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિન્ટો ન્યુસી, તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ જોઝ રામોસ હોર્તા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં એકસાથે જોવા મળ્યા.

ગ્લોબલ સમિટના શુભારંભને લઈ પ્રધાનમંત્રી પણ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સવારે 9:10 વાગ્યે રાજભવનથી રવાના થયા હતા અને મહાત્મા મંદિરપહોંચ્યા હતા. મહત્વનું છે કે, ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો આજે બીજો દિવસ છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ, ડેલિગેટ્સ આવવાના છે. ત્યારે વહેલી સવારે જ અમદાવાદ એરપોર્ટ પર ચેક રિપબ્લિકના વડાપ્રધાન પિટર ફિયાલા આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. બાદમાં બાય કાર તેઓ ગાંધીનગર રવાના થયા હતા.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવશે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવશે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આ કંપનીઓમાં કર્મચારીઓને મળે છે અનલિમિટેડ રજાઓ, એક કંપની તો આપે છે વેકેશન પર જવાના પૈસા

Vivek Radadiya

ફરી એક વખત હાઇકોર્ટ સામે રૂપાણી સરકાર મૌન…

Abhayam

મુંબઈ અને અમદાવાદ હાઈ સ્પીડ રેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ

Vivek Radadiya