ગેરકાયદે 22 ઓનલાઈન સટ્ટાબાજી એપ બ્લોક,ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને નિપટાવ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટીસ ફટકારી જણાવ્યું કે, પશુ રાખવાની જગ્યા ન હોય તેમને લાયસન્સ નહી મળે તેમજ પશુ રાખવાની જગ્યા નહી હોય તેમને શહેરની બહાર પશુને લઈ જવા પડશે. જો કે, આ મ્યુનિસિપલના આ નિર્ણયથી શહેરના પશુમાલિકોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર એ એમ સી કાર્યવાહીના મોડમાં જોવા મળી રહી છે
ગેરકાયદે 22 ઓનલાઈન સટ્ટાબાજી એપ બ્લોક,ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને નિપટાવ્યું
મહાદેવ સટ્ટાબાજી એપ કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ વચ્ચે IT મંત્રાલયે રવિવારે મોટી કાર્યવાહી કરી. મંત્રાલયે મહાદેવ બુક ઓનલાઈન અને અન્ય 21 સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઈટ્સ સામે બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. EDની ભલામણ બાદ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘છત્તીસગઢ સરકારને કલમ 69A આઈટી એક્ટ હેઠળ વેબસાઈટ/એપને બંધ કરવાની ભલામણ કરવાનો અધિકાર છે. રાજીવ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષથી તેની તપાસ કરવામાં આવી રહી હોવા છતાં આ એપ અંગે આવી કોઈ અપીલ કરવામાં આવી નથી. ઇડી તરફથી પ્રથમ અને એકમાત્ર અપીલ આવી અને તેના પર કાર્યવાહી કરવામાં આવી. છત્તીસગઢ સરકારને આવી જ વિનંતી કરતા કોઈએ રોકી ન હતી.
રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 2 લોકોના મોત થયા છે. હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ભીલોડા તેમજ વલસાડમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિનાં મોત થયા હતા. જેતપુરના ઝાંઝમેર ગામના મહિલા સરપંચે CMને લખ્યો પત્ર લખ્યો છે. પત્રમાં સરપંચે પત્રમાં લખ્યું છે કે, હાર્ટએટેકથી યુવાનોનાં મૃત્યું થઈ રહ્યા છે. ત્યારે મહિલા સરપંચ દ્વારા પરિવારનાં મુખ્ય વ્યક્તિનું મૃત્યું થાય તો સહાય આપવા માંગ કરી છે. તેમજ સરકાર મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને સહાય આપે તેવી માંગ કરી છે.
જામનગરનાં ધ્રોલ-ટંકારા વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવરા કાકા અને ભત્રીજાનું મોત નિપજ્યું હતું. સગાઈમાં જતા સમયે કાકા અને ભત્રીજાને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાં સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા સ્થાનિકો મોટી સંખ્યમાં એકઠા થયા હતા.
રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકને લઈ મોરારીબાપુએ ચિંતા વ્યક્ત કરી છે. હાર્ટએટેકને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો હતો. મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી આપડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે.
અમદાવાદ શહેરમાં પોલીસની સતર્કતાના કારણે લૂંટ કરીને ભાગી રહેલા આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. પરિસ્થિતિનો લાભા લઈ 3 લૂંટારુઓએ શેલ પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી ભાગી રહ્યા હતા.. આ દરમિયાન લોકોનું ટોળું એકઠું થઈ ગયું જતા બૂમાબુમ સાંભળી પેટ્રોલિંગમાં રહેલા આનંદનર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લૂંટારુઓનું બાઇક ચાલુ ન થતા તેઓ બાઇક મુકીને ભાગ્યા હતા. જેનો બે પોલીસ કર્મીઓએ બહાદુરી પૂર્વક દોઢ કિલોમીટર પીછો કર્યા બાદ પ્રહલાદનગર ગાર્ડનમાં તેમને ઝડપી પાડ્યા હતા.
ભારત-કેનેડા વિવાદ વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત વિરોધી ગતિવિધિઓથી દૂર નથી થઈ રહ્યા. તાજેતરના વિવાદમાં તેમણે હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવ્યું છે. ટ્રુડોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તેઓ સંસદની નજીક નફરતના પ્રતીકો પ્રદર્શિત કરવાની મંજૂરી આપી શકતા નથી. આ તરફ હવે સવાલ થઈ રહ્યો છે કે, શું કેનેડાના PM ટ્રુડોને હિટલરશાહીના પ્રતિક અને હિન્દુ ધર્મના સાથિયા વચ્ચે ભેદ નથી દેખાતો?
YouTuber એલ્વિશ યાદવની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રેવ પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવા બદલ તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જો કે એલ્વિશ આ આરોપોને સ્પષ્ટપણે નકારી રહ્યો છે, પરંતુ હવે તેની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. બે ઓડિયો ક્લિપ સામે આવી છે, જેમાં રેવ પાર્ટીનો એજન્ટ રાહુલ યાદવ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો છે. ઓડિયોમાં તે જેની સાથે વાત કરી રહ્યો છે, તે વાતચીતમાં સાપનું ઝેર, રેવ પાર્ટી અને એલ્વિશ યાદવનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
ગુરુગ્રામમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક 35 વર્ષીય મહિલા ટીચરે તેના 20 વર્ષીય સ્ટુડન્ટની સામે બળાત્કાર કરવા અને પછી બે વાર એબોર્શન કરાવવાનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલી રહી છે ત્યારે કોર્ટે ખુબ જ મહત્વની ટીપ્પણી કરી છે. મહિલાનો આરોપ છે કે ટ્રિપ દરમિયાન તેની અને સ્ટુડન્ટ વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા આ પછી બંને વચ્ચે અફેર શરૂ થઇ ગયું હતું. આ દરમિયાન તે બે વાર ગર્ભવતી પણ થઈ હતી પરંતુ તેને ગર્ભપાત કરાવવો પડ્યો હતો.
ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સમયાંતરે સોવરીન ગોલ્ડ બોન્ડ એટલે કે એસજીબી સ્કીમ લોન્ચ કરવામાં આવતી હોય છે. આ સ્કીમમાં રોકાણ કરીને તમે રોકાણ કરેલી રકમ પર વ્યાજનો લાભ મેળવી શકો છો. મહત્વનું છે કે આરબીઆઈ દર બેથી ત્રણ મહિને આ સ્કીમ લોન્ચ કરતી હોય છે. વધુમાં એવા શેરો જેની કિંમત સોના પર નિર્ધારિત હોય છે તેમાં પણ તમે રોકાણ કરી શકો છો. જેમાં ગોલ્ડ ઇટીએફ એટલે કે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ થકી સોનામાં રોકાણ કરી શકો છો.
વર્લ્ડ કપમાં રવિવારે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે મેચમાં ભારતે જીત મેળવી હતી. રવિવારે ભારતે સાઉથ આફ્રિકાને 326 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ધુઆધાર બેસ્ટમેન કિંગ કોહલીએ 49 મી સદી ફટકારી સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ત્યારે આ અંગે ક્રિકેટના ભગવાન સચિને વિરાટ કોહલીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને કિંગ કોહલી જલ્દી જ મારો રેકોર્ડ તોડે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
આ વખતના વર્લ્ડ કપમાં એક પણ ટીમ ભારત સામે ટકી શકે તેવી હાલતમાં નથી. કોલકતાના ઈડન ગાર્ડનમાં સાઉથ આફ્રિકાને 243 રને હરાવીને ભારતે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત મેળવી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતે સાઉથ આફ્રિકાને 327 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 83 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતની બોલિંગ સામે આફ્રિકાનો એક પણ ખેલાડી ટકી શક્યો નહોતો અને ધડાધડ આઉટ થતા રહ્યાં હતા. ભારત સામે આફ્રિકાનો આ ખૂબ કંગાળ પરાજય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે