Abhayam News
AbhayamLife StyleNews

હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાનું વીચારી રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો

If you are considering taking health insurance, keep these things in mind

હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાનું વીચારી રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો પણ જો તમે હજુ સુધી હેલ્થ ઈન્સ્યોરન્સ નથી લીધો અને લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખુબ ઉપયોગી છે. આ વ્યસ્ત જીવનમાં લોકો તમામ કામ ઓનલાઈન કરતા હોય છે. જો તમે પણ ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારે ચાલો જાણીયે એ કઈ બાબતો છે જે ઓનલાઈન હેલ્થ ઈન્સોરન્સ લેતી વખતે ધ્યાન રાખવા જેવી છે.

If you are considering taking health insurance, keep these things in mind

હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાનું વીચારી રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો

આપણે સૌ આપણા સ્વાસ્થ્યને લઈને ચિંતીત છે. ત્યારે ભવિષ્યમાં મોટી બિમારીને પહોચી વળવા માટે આપણે હેલ્થ ઈન્સ્યોરન્સ લેતા હોઈએ છે અને હેલ્થ ઈન્સ્યોરન્સ અત્યારે ખૂબ જ સારો વિકલ્પ છે. ધારો કે કોઈ વ્યક્તિના હાથનું હાડકું ક્યારેય અકસ્માતમાં તૂટી ગયું હોય, પરંતુ જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેના માથામાં પણ હેર લાઇન  ફ્રેક્ચર છે. તો આવી સ્થિતિમાં સારવારનો ખર્ચ બે-ત્રણ લાખ રૂપિયા થઈ શકે છે. હવે જો આ સમયે વ્યક્તિ પાસે સ્વાસ્થ્ય વીમો ન હોય તો તેણે આ તમામ ખર્ચ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે. આથી જ હેલ્થ ઈન્સ્યોરન્સ હોવો ખુબ જરુરી છે.

પણ જો તમે હજુ સુધી હેલ્થ ઈન્સ્યોરન્સ નથી લીધો અને લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખુબ ઉપયોગી છે. આ વ્યસ્ત જીવનમાં લોકો તમામ કામ ઓનલાઈન કરતા હોય છે. જો તમે પણ ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ લેવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યારે ચાલો જાણીયે એ કઈ બાબતો છે જે ઓનલાઈન હેલ્થ ઈન્સોરન્સ લેતી વખતે ધ્યાન રાખવા જેવી છે.

If you are considering taking health insurance, keep these things in mind

આ બાબતો ધ્યાનમાં રાખો

  • કોઈપણ સ્વાસ્થ્ય વીમો લેતા પહેલા તમારે કવરેજનું ધ્યાન રાખવુ જોઈએ. તમે દર વર્ષે ફિક્સ પ્રીમિયમ ભરીને 5 થી 7 લાખ રૂપિયાનું હેલ્થ કવર મેળવી શકો છો. કેટલા પ્રીમિયમ માટે તમે કેટલા રોગોને કવર કરી રહ્યાં છે તેના પર તમારે ધ્યાન આપવું જોઈએ.
  • હેલ્થ પ્લાન લેતા પહેલા તેના નિયમો અને શરતોને ધ્યાનથી વાંચો અને સમજો. તમારે માત્ર એક કંપની પર વિશ્વાસ ન કરવો જોઈએ. તમે ઑનલાઇન સાઇટ્સ પર અન્ય કંપનીઓની તુલના પણ કરવી જોઈએ
  • હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે, તમારે તેની દરેક કલમ સમજવી જોઈએ. તે પછી તમારે પ્રીમિયમ ચૂકવવું જોઈએ. તમારે ગંભીર બીમારી, પહેલાથી ચાલી રહેલી બીમારી અને અકસ્માતના કિસ્સામાં કંપનીના નિયમો વિશે જાણ્યા પછી જ પ્લાન ખરીદવો જોઈએ.
  • કહેવાય છે કે રોકાણ જેટલું વહેલું શરૂ કરવામાં આવે છે, તેટલી જલદી મોટી સંપત્તિ એકઠી કરી શકાય છે. હેલ્થ કવરના કિસ્સામાં, એવું કહેવામાં આવે છે કે તમે જેટલું વહેલું ઈન્સ્યોરન્સ લો છો, તેટલું ઓછું પ્રીમિયમ તમારે પાછળ ચૂકવવાનું રહે છે.
  • જો તમે ઉંમર પહેલા હેલ્થ કવર લો છો, તો તમે કોઈપણ શરત વિના વધુ લાભ મેળવી શકો છો. આ સાથે, દર વર્ષે રિન્યૂ કરીને તમને નો ક્લેમ બોનસનો લાભ પણ મળે છે.
  • સ્વાસ્થ્ય વીમો લેતી વખતે, તમારે તમારા મેડિકલ રેકોર્ડ વિશે કંપનીને સાચી માહિતી આપવી જોઈએ. જો તમે કોઈ ખોટી માહિતી આપો છો તો સ્વાસ્થ્ય વીમા કંપની તમારો દાવો નકારી શકે છે. આવી સ્થિતિમાં, તમને સારવાર દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • મેડિકલ ઈન્સોરન્સ લેતી વખતે, તમારે તપાસ કરવી જોઈએ કે તમને કઈ સુવિધાઓ મળી રહી છે. ઘણી યોજનાઓમાં કઈ અને કેટલી બાબતોનો સમાવેશ થાય છે અને કઈ બાબતોનો સમાવેશ થતો નથી
  • દરેક સ્વાસ્થ્ય વીમા કંપનીના પોતાના અલગ નિયમો હોય છે અને તેઓ તે નિયમો અનુસાર પોલિસી ડિઝાઇન કરે છે. કેટલીક પોલિસીમાં, ગંભીર રોગો માટે કવર રાઇડર હેઠળ લઈ શકાય છે, જ્યારે કેટલીક બિમારીઓમાં આ સુવિધાઓ આપવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સુરત પાસના અલ્પેશ કથીરીયા પર હુમલો:: હુમલો કોણે અને કેમ કર્યો, વીડિયો વાયરલ

Archita Kakadiya

વાઇબ્રન્ટ સમિટમાં અંબાણીએ કહ્યું ગુજરાતી હોવાનું મને અભિમાન

Vivek Radadiya

સુરતમાં યોજાશે લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ફાઇનલ

Vivek Radadiya