ફોન પાણીમાં પડી જાય તો હેર ડ્રાયરથી સુકવવા સહિતની ભુલ ન કરતા જો તમારા સ્માર્ટ ફોનમાં પાણી પડી ગયુ છે તો ભૂલથી પણ તેને ડ્રાય કરવા માટે ઘરેલુ ઉપાયો ન અપનાવતા, નહીં તો તમરાો ફોન હંમેશા માટે ડેડ થઈ જશે. જો તમારો ફોન પાણીમાં પડી જાય છે, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
જો તમારા સ્માર્ટ ફોનમાં પાણી પડી ગયુ છે તો ભૂલથી પણ તેને ડ્રાય કરવા માટે ઘરેલુ ઉપાયો ન અપનાવતા, નહીં તો તમરાો ફોન હંમેશા માટે ડેડ થઈ જશે. જો તમારો ફોન પાણીમાં પડી જાય છે, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હાલના સમયમાં દરેક ફોન વોટર રેજિસ્ટન્સ નથી હોતા. કેટલાક જ ફોન ખાસ કરીને ફ્લેગશિપ IP રેટિંગ સાથે આવે છે. ત્યારે તમારે તમારા ફોનને સેઇફ રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ફોન પાણીમાં પડી જાય તો હેર ડ્રાયરથી સુકવવા સહિતની ભુલ ન કરતા
જો તમારો ફોન પાણીમાં પડી ગયો છે,તો તમારે તેને તરત જ બંધ કરી દેવો જોઈએ. તેનાથી ફોનમાં વીજળીનો પ્રવાહ બંધ થઈ જશે અને તમારા ફોનમાં કોઈ ખરાબી નહીં આવે.
કેટલાક લોકો ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે. આવું કરવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે હેર ડ્રાયરને કારણે ફોન ગરમ થઈ જશે. હેર ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં
મોબાઇલ ફોનમાં ઘણા પાર્ટ્સ છે જે હીટ સેન્સિટિવ હોય છે. જો તમે હેર ડ્રાયરથી તમારા ફોનને સૂકવશો તો શક્ય છે કે તેના કારણે ફોનના કેટલાક ઘટકોને નુકસાન થઈ શકે અને ફોન બગડી જશે
આ સિવાય ફોનમાં પાણી આવી ગયા પછી તમારે તેને તરત જ ચાર્જ ન કરવો જોઈએ. જ્યાં સુધી પાણી સંપૂર્ણપણે નીકળી ન જાય ત્યાં સુધી ફોનને ચાર્જ કરશો નહીં. તેનાથી ફોનને નુકસાન થઈ શકે છે. તેને ચાર્જ કરશો નહીં.તેના કારણે ફોનમાં શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે.
કેટલાક લોકો પોતાના ફોનને પાણીમાં પડ્યા બાદ તેને સૂકવવા માટે ચોખામાં રાખે છે. આવું કરવાથી તમે પણ મુશ્કેલી વધી શકે છે. ચોખામાં ઘણી બધી ધૂળ અને ચોખાના નાના કણ હોય છે, જે ફોનની અંદર જઈ તેના છિદ્રોને બ્લોક કરી શકે છે. જેથી ફોન બગડી શકે છે. આ સિવાય ફોનને તડકામાં ન રાખવો જોઈએ. જેનાથી ફોનના કેટલાક કંપોનેન્ટ ખરાબ થઇ શકે છે અને તમારો ફોન ડેડ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે