લેપટોપ, કમ્પ્યુટર અને ટેબ્લેટની આયાત માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. ઈંપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર ડેટા કલેક્ટ કરીને ઈંપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
- લેપટોપ, કમ્પ્યુટર અને ટેબ્લેટની આયાત માટે રજિસ્ટ્રેશન જરૂરી
- ઈંપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું પોર્ટલ શરૂ
- આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન
લેપટોપ, કમ્પ્યુટર અને ટેબ્લેટની આયાત માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. જે માટે સરકારે એક પોર્ટલ જાહેર કર્યું છે. IT સેક્રેટરી એસ. કૃષ્ણને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, ફ્રી આયાત બંધ કરવામાં નથી આવી. ઈંપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
IT સેક્રેટરી એસ. કૃષ્ણને જણાવ્યું કે
એસ. કૃષ્ણને જણાવ્યું છે કે, ઈંપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમમાં રજિસ્ટ્રેશન થઈ જશે તો આયાતકારોને ઓટોમેટિકલી ઈંપોર્ટનું ઓથરાઈઝેશન આપવામાં આવશે. તેમાં કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. 30 સપ્ટેમ્બર 2024 સુધી આ ફોર્મમાં સિસ્ટમ જાહેર રહેશે. માત્ર ડેટા કલેક્ટ કરીને ઈંપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
IT સેક્રેટરી એસ. કૃષ્ણને જણાવ્યું કે. ‘મેન્યુફેક્ચરિંગ કંપનીઓને PLI સ્કીમ તથા અન્ય યોજનાઓથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ડેટાના આદાર પર ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાના ઉપાય પર વિચાર કરવામાં આવશે.’
1 નવેમ્બરથી પોર્ટલ પર રજિસ્ટ્રેશન સુવિધા શરૂ થશે
સરકારે જણાવ્યું છે કે, હાલમાં લોકોને લેપટોપ, કમ્પ્યુટર અને ટેબલેટની આયાત માટે લાયસન્સની જરૂર નથી, પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જેનું રજિસ્ટ્રેશન કરીને આયાત કરી શકાય છે. આ સુવિધા 1 નવેમ્બર 2023થી શરૂ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…