Abhayam News
AbhayamGujarat

શરૂ થવા જઈ રહ્યો છે GPS આધારિત ટોલ

GPS based toll is about to start

શરૂ થવા જઈ રહ્યો છે GPS આધારિત ટોલ GPS based Toll : દેશના બે મુખ્ય માર્ગો પર ટૂંક સમયમાં GPS આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. આ અંતર્ગત પેસેન્જરે માત્ર અંતરની મુસાફરી માટે જ ટોલ ચૂકવવો પડશે. વાત જાણે એમ છે કે, હાલમાં દિલ્હી-જયપુર હાઈવે (NH-48) અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવેથી સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. આ બંને માર્ગો પર તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને ટોલની સચોટ ગણતરી માટે દિલ્હી-જયપુર હાઇવેનું જીઓફેન્સિંગ શરૂ કરવામાં આવ્યું છે.

GPS based toll is about to start

શરૂ થવા જઈ રહ્યો છે GPS આધારિત ટોલ

જીઓફેન્સિંગ શું છે? 
જીઓફેન્સિંગ એ સેટેલાઇટ આધારિત સિસ્ટમ છે, જેમાં GPS દ્વારા ચોક્કસ વિસ્તારની વર્ચ્યુઅલ ભૌગોલિક સીમા બનાવવામાં આવે છે. આ ભૌગોલિક શ્રેણીમાં જે પણ ઉપકરણ આવે છે તે રેકોર્ડ કરવામાં આવશે.જેના આધારે એક છેડાથી બીજા છેડા સુધીનું અંતર ગણવામાં આવે છે. જે બાદ ગણતરી કરેલ અંતરના આધારે ટોલ ચૂકવવો પડશે.

18 લાખથી વધુ કોમર્શિયલ વાહનોમાં GPS આધારિત ટ્રેકિંગ સિસ્ટ સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં 18 લાખથી વધુ કોમર્શિયલ વાહનો GPS આધારિત ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. પ્રારંભિક તબક્કામાં આવા વાહનો GPS આધારિત ટોલ ચાર્જ ચૂકવવાનું શરૂ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ નવી GPS આધારિત ટોલિંગ સિસ્ટમને અલગ-અલગ સ્ટ્રેચ પર અજમાવવામાં આવશે અને ધીમે ધીમે તેનો વિસ્તાર કરવામાં આવશે.

શું કહ્યું હતું નીતિન ગડકરીએ ? 
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં સંસદમાં માહિતી આપી હતી કે, રાષ્ટ્રીય રાજમાર્ગોને ટોલ પ્લાઝાથી મુક્ત કરવાની નવી સિસ્ટમ માર્ચથી શરૂ થશે. શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય માર્ગ પરિવહન સચિવ અનુરાગ જૈને પણ કહ્યું હતું કે, તેઓ તેને લાગુ કરવાની યોજના પર કામ કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, સરકાર GPS સિસ્ટમ લાગુ કરતી વખતે ગોપનીયતા સંબંધિત ચિંતાઓ સહિત તમામ મુદ્દાઓ પર પણ ધ્યાન આપી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે અને એ જ એક્સપ્રેસવેનો દિલ્હી-સુરત ભાગ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

મહેશભાઈ સવાણી ના હસ્તે સૌરાષ્ટ્રમાં કાર્યાલય ની શરૂઆત…

Abhayam

ફક્ત આ લોકો જ થઈ શકશે યાત્રામાં સામેલ:-જગન્નાથ પુરીની રથયાત્રાને લઈને મોટો નિર્ણય

Abhayam

નકલી વસ્તુઓ બનાવવાનું હબ એટલે ખેડા જિલ્લો

Vivek Radadiya