હિમાચલ ફરવા જતા પ્રવાસીઓ માટે સારા સમાચાર હિમાચલમાં આવતા અથવા આવનાર પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. વધારે પડતા દારૂ પીધા બાદ કંઈ પણ ભાન ન હોય તેવા પ્રવાસીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહી આવે. પરંતું તેઓને હોટલ પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજધાની શિમલામાં હાલ વિન્ટર કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રવાસીઓ આનંદ પ્રમોદ કરવા માટે આવતા હોય છે. ત્યારે તેઓને જેલમાં પુરવા યોગ્ય નથી. જો પ્રવાસીઓને દારૂ પીધા બાદ કંઈ પણ ભાન ન હોય તો પોલીસ તેમને હોટલ પહોંચાડશે.
હિમાચલ આવનાર પ્રવાસીઓ માટે સારા સમાાચાર છે. સરકારે પ્રવાસીઓ માટે ખાસ જાહેરાત કરી છે. જેમાં હવે દારૂ પીધા બાદ કંઈ પણ ભાન ન હોય તેવા પ્રવાસીઓને જેલની હવા ખાવાનો વારો નહી આવે પરંતું તેઓને હોટલમાં પહોંચાડી દેવામાં આવશે. લિમીટ કરતા વધારે દારૂ પી ગયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહી. પરંતું તેમને હોટલ પહોંચાડી દેવામાં આવશે.
હિમાચલ ફરવા જતા પ્રવાસીઓ માટે સારા સમાચાર
દારૂ પી ને જેલમાં નહી પરંતું હોટલ પહોંચાડશે પોલીસ
હિમાચલ પ્રદેશમાં, ઢાબા, રેસ્ટોરન્ટ અને દુકાનો 5 જાન્યુઆરી સુધી આખી રાત ખુલ્લી રહેશે. સરકારે નિયમોમાં છૂટછાટ આપી છે કે જો ટુરીઝમ (હિમાચલ ટુરીઝમ) બિઝનેસમેન ઇચ્છે તો રાત્રે પણ પ્રવાસીઓને સેવાઓ આપી શકે છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ સોમવારે રાજધાની શિમલામાં વિન્ટર કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું કે પ્રવાસીઓ મજા કરવા આવે છે, તેમને જેલની મુલાકાત કરાવવી યોગ્ય નથી.
આ વ્યવસ્થા માત્ર પ્રવાસીઓ માટે જ લાગુ પડશે
જો પ્રવાસીઓ ભાન ભૂલી જશે તો પોલીસ તેમને હોટલમાં લઈ જશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ સિસ્ટમ માત્ર પ્રવાસીઓ માટે જ લાગુ પડશે. સ્થાનિક લોકોને આમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે કુદરતી આપત્તિ વખતે હિમાચલના પ્રવાસનને ઘણું નુકસાન થયું હતું. તેની ભરપાઈ થશે એવી કોઈ અપેક્ષા નહોતી.
હિમાચલમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા
બે-ત્રણ દિવસમાં હિમાચલમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કુલ્લુ-મનાલીમાં પ્રવાસી વાહનોના ભારે ધસારાને કારણે લાંબો ટ્રાફિક જામ છે. એક જ દિવસમાં સરેરાશ 16 હજાર પ્રવાસી વાહનો શિમલામાં આવી રહ્યા છે. શહેરના મેઈન રોડને પહોળો કરવા માટે સરકારે જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડ્યું છે. મુખ્યમંત્રી સુખુએ કહ્યું કે શિમલામાં પ્રથમવાર યોજાઈ રહેલ વિન્ટર કાર્નિવલ પણ સિસ્ટમમાં આવેલા પરિવર્તનનો એક ભાગ છે.
આ એક પહેલ છે. આનાં સારા પરિણામ પણ આવી રહ્યા છે. એવું વિચારવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓની સંખ્યા કેવી રીતે વધારવામાં આવે. મુખ્યમંત્રીએ આ આયોજન માટે પંચાયતી રાજ મંત્રી અનિરૂદ્ધસિંહ, શહેરનાં ધારાસભ્ય હરીશ જનાર્થા અને મેયર સુરેશ ચૌહાણની પીઠ થપથપાવી હતી.
આ આયોજનથી પ્રવાસીઓનો વિશ્વસ શિમલા અને હિમાચલ માટે પધશે. તેમજ વિન્ટર કાર્નિવલ શરૂ થવા પર મુખ્યમંત્રી કહ્યું કે પાંચ જાન્યુઆરી સુધા આ આયોજન થશે. મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક પરેડને લીલીઝંડી આપી હતી. તેમજ 450 મહિલાઓએ પારંપરિક વેશભૂષામાં મહાનતી રજૂ કરી હતી. જેમાં સ્વ-સહાય જૂથોના સભ્યો અને આંગણવાડી કાર્યકરોનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે