લોકસભા ચૂંટણી પહેલા ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ gandhingar news: ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી અત્યારે ચર્ચા કેન્દ્ર બન્યું છે. દારૂ પરમિટ બાદ ગિફ્ટ સિટી માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી એપ્રિલમાં મહિના સુધીમાં મોટેરાથી ગિફ્ટ સિટી અને ત્યાંથી સેક્ટર 1 સુધી મેટ્રો પ્રાયોગિક ધોરણે મેટ્રો શરૂ થાય તેવી પૂરેપૂરી સંભવનાઓ સેવાઈ રહી છે.
પ્રોયગિક ધોરણે ચાલુ કરે તેવી શક્યતાઓ
એક માહિતી મુજબ મોટેરાથી ગાંધીનગરના સેક્ટર 1સુધી મેટ્રોની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધી લોકોસભાની ચૂંટણી પહેલા મેટ્રો પ્રોયગિક ધોરણે ચાલું કરે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો કાંકરિયા ઈસ્ટ સ્ટેશન પણ બનીને તૈયાર થઈ ગયો છે, હવે તેને ચાલુ કરવા માટે ગ્રીન સિગ્નલની રાહ જોવાઈ રહી છે.
લોકસભા ચૂંટણી પહેલા ગિફ્ટ સિટીને મળશે વધુ એક ભેટ
મુસાફરોની અવર જવર કેટલી
અમદાવાદ મેટ્રો કમાઉ દિકરો સાબિત થયો છે. ઓક્ટોમ્બર 2022થી 28 ડિસેમ્બર 2023 સુધીમાં કુલ મુસાફરોની અવર જવરની વાત કરી તો તેનો આંકડો 2.50 કરોડને પાર થયો છે. જેની આવકની વાત કરીએ તો કુલ 36.97 કરોડની આવક થઈ છે.
આ સ્ટેશનો હશે
ગાંધીનગર મેટ્રો રૂટમાં સ્ટેશનની વાત કરીએ તો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, જીએલએલયુ, પીડીઈયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોળાકૂવા સર્કલ, ઈન્ફોસિટી જેવા અન્ય સ્ટેશનનો સમાવેશ થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે