Abhayam News
AbhayamGujarat

ગોંડલ માર્કેટયાર્ડના ઈતિહાસમાં પહેલીવાર જીરાનો રેકોર્ડબ્રેક ભાવ બોલાયો

For the first time in the history of Gondal Marketyard, the record breaking price of cumin was quoted

ગોંડલ માર્કેટયાર્ડના ઈતિહાસમાં પહેલીવાર જીરાનો રેકોર્ડબ્રેક ભાવ બોલાયો સૌરાષ્ટ્રભરમાં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551/- બોલાયા છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌ

સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે ગોંડલ યાર્ડના ઇતિહાસમાં હાઈએસ્ટ ભાવ રૂપિયા 43,551/- બોલાયા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આજે સવારે સૌ પ્રથમ નવા જીરાની 80 કિલો જીરૂની આવક જોવા મળી હતી. જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુહુર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી હતી. સાણથલીના ખેડૂત અને જીરૂ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું. નવા જીરૂના મુહુર્તના ભાવ 43,551/- રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. 

For the first time in the history of Gondal Marketyard, the record breaking price of cumin was quoted

ગોંડલ માર્કેટયાર્ડના ઈતિહાસમાં પહેલીવાર જીરાનો રેકોર્ડબ્રેક ભાવ બોલાયો

ઠું મોઢું કરાવ્યું હતું. નવા જીરૂના મુહુર્તના ભાવ 43,551/- રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. 

પ્રથમ પહેલીવાર આટલો ઉંચો ભાવ બોલાયો હતો.

ગત વર્ષે નવા જીરૂ ના 36001 /-  ભાવ મળ્યા
ગોંડલ માર્કેટીંગયાર્ડ માં ગત વર્ષે સવારે સૌ પ્રથમ નવા જીરૂની 3 ગુણીની આવક જોવા મળી હતી. ગત વર્ષે નવા જીરૂનો મુહુર્તનો 20 કિલો જીરૂનો ભાવ 36001/-  સુધીનો મોટા દડવાના ખેડૂત ધર્મેન્દ્રભાઈ વસાણી અને સાણથલીના ખેડૂત રમેશભાઈ ઉકાભાઈ કચ્છીને મળ્યા હતા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી.

હરાજીમાં 4 મણ નવું જીરૂ આવ્યું હતું એ નવા જીરૂનો મુહુર્તનો 20 કિલો જીરૂ નો ભાવ 43,551/-  સુધીનો સાણથલીના ખેડૂત અરવિંદભાઈ લાખાભાઈ ધડુક અને ભીખાભાઈ હરિભાઈ કચ્છીને મળ્યા હતા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારીને હાર તોળા કર્યા હતા પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું. 

ભાવ સારા મળતા ખેડૂત ખુશખુશાલ થયા હતા. મુહુર્તના નવા જીરૂની હરાજી જોવા મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા. સાથે આવા જ સારા ભાવો મળતા રહે તેવી ખેડૂતો અને વેપારીઓ આશા રાખી રહ્યાં છે. સાથે જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડ જ પસંદ કરે છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અને પોરબંદરના ખંભાળિયા અને ગોંડલ જસદણ તાલુકામાંથી ખેડૂતો જીરૂ લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં આવી પહોંચે છે. અને ખેડૂતોને સારા એવા ભાવો મળી રહ્યા છે, અને હાલ માર્કેટીંગ યાર્ડમાં જીરૂં લઈને આવેલ ખેડૂતોને 43,551/- ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

દારૂ પીવાની છૂટ મળતા જ 107 લોકોએ રાતોરાત કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા

Vivek Radadiya

સુરત :-આમ આદમી પાર્ટી ”વતનની વ્હારે” ..

Abhayam

જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત

Vivek Radadiya