Abhayam News
Abhayam

વિસાવદરમાં ફિલ્મી ઢબે અપહરણ

Filmed abduction in Visavadar

વિસાવદરમાં ફિલ્મી ઢબે અપહરણ junagadh crime news: રાજ્યમાં દિન પ્રતિદિન ક્રાઈમના કિસ્સાઓ વધતા હોય તેમ અવાર નવાર બનાવો ધ્યાને આવી રહ્યાં છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો બેફામ બની રહ્યાં છે. પોલીસની કડક કાર્યવાહી છતા લૂંટ, અપહરણ જેવા અનેક બનાવોના આંકડા વધી રહ્યાં છે. જે માનવ જાત માટે શર્મસાર છે. જૂનાગઢના વિસાવદરમાં અપહરણકારો બેફામ બન્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વિસાવદરમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે વિદ્યાર્થિનીનું અપહરણ કરાયું છે.

Filmed abduction in Visavadar

વિસાવદરમાં ફિલ્મી ઢબે અપહરણ

જય મયુર સુખાનંદી નામના આરોપીએ અપહરણ કર્યું 
અત્રે જણાવીએ કે, શાળાએજતી વિદ્યાર્થિનીને બળજબરી પૂર્વક કારમાં નાંખી અપહરણકારોએ અપહરણ કર્યું છે. બે શખ્સોએ કારમાં બળજબરીથી વિદ્યાર્થિનીને ઉપાડી નાંખી હતી જે બાદ તેઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા.વિગતો મુજબ જય મયુર સુખાનંદી નામના આરોપીએ અપહરણ કર્યું છે 

Filmed abduction in Visavadar

પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. જે સીસીટીવીમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થિનીઓ જઈ રહી હોય છે ત્યારે સ્વીફ્ટ કાર આવે છે અને તે વિદ્યાર્થિનીઓને રોકે છે. જેમાંથી એક વિદ્યાર્થીનીને બળજબરીથી ગાડીમાં નાંખે છે, ત્યારબાદ ત્યાંથી ગાડી ભગાડી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

પાસના કન્વીનર અલ્પેશભાઈ કથીરીયાએ મહેશભાઈ સવાણી ની મુલાકાત લીધી….

Abhayam

મોટી દુર્ઘટના:-ફરી એકવાર હોસ્પીટલની બેદરકારી સામે આવી ભયંકર આગમાં ICUના 13 કોરોના દર્દીઓના થયા મોત..

Abhayam

હેકિંગ ઍલર્ટ મામલે Apple થી મોદી સરકારનો સીધો સવાલ

Vivek Radadiya