Abhayam News
AbhayamGujaratNews

ધનતેરસથી ભાઈ બીજ સુધી દરરોજ મહેમાનોને ખવડાવો આ સ્વીટ

ધનતેરસથી ભાઈ બીજ સુધી દરરોજ મહેમાનોને ખવડાવો આ સ્વીટ દિવાળીમાં અલગ અલગ પાંચ પર્વ ઉજવવામાં આવે છે. દિવાળીની શરુઆત ધનતેરસથી થાય છે. ત્યારબાદ કાળી ચૌદશ અને પછી દિવાળી મનાવવામાં આવે છે. આ તહેવારો દરમિયાન પરિવારના લોકો સાથે મળી આ તહેવારની ઉજવણી કરે છે. ભારતીય લોકોને તહેવારો પર અવનવી ડિશ બનાવવ્યા વગર અધુરું છે. કોઈ પણ તહેવાર સ્વાદિષ્ટ પકવાનો વગર અધુરો છે

ધનતેરસથી ભાઈ બીજ સુધી દરરોજ મહેમાનોને ખવડાવો આ સ્વીટ

ત્યારે દિવાળી પાંચ દિવસનો તહેવાર છે તો તમારે આ પાંચ દિવસ અલગ અલગ ફુડ અને સ્વીટ મહેમાનોને પીરસી શકો છો.આજે અમે તમને આવા જ કેટલીક સ્વાદિષ્ટ મિઠાઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને દિવાળીના અવસર પર ઘરે બનાવવામાં આવે છે

માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેમને લાડુ ફેવરિટ છે. આવી સ્થિતિમાં ધનતેરસના અવસર પર ઘરે બુંદીના લાડુ બનાવી શકો છો. તમે તેને ભગવાનને પણ અર્પણ કરી શકો છો. આ સાથે તમે પ્રસાદ તરીકે પણ કામ લાગશે અને મહેમાનોને પણ આ લાડુ પીરસી શકો છો.

નારિયેળના લાડુનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. તેનો સ્વાદ જેટલો અદ્ભુત છે, તેના ફાયદા પણ એટલા જ અદભૂત છે. ચાસણી વગર પણ તેમનો સ્વાદ અદ્ભુત છે. જો તમે મીઠાઈ ખાવાનું ટાળો છો તો તમે આ લાડુ બનાવી શકો છો. તમે ઓછા સમયમાં આ મિઠાઈ તૈયાર કરી શકો છો.

દિવાળીમાં મીઠાઈઓ મહત્વની છે અને ગુલાબ જાંબુનો ઉલ્લેખ ન કરવો તે યોગ્ય નથી. આ ભારતીય મીઠાઈના ચાહકોની કોઈ કમી નથી. આ જ કારણ છે કે તે દિવાળીની પ્રિય મીઠાઈઓમાંની એક છે. હાલમાં માર્કેટમાં જાંબુ બનાવવાનું પેકેટ તૈયાર મળે છે. તેને માત્ર 10 થી 15 મિનિટમાં આ મીઠાઈ બનાવી શકો છો.

મોટા પ્રમાણમાં લોકો દિવાળી પર કાજુ કતરી ખાય છે. અને ખરીદે પણ છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે પરંતુ જે લોકો ડાયાબિટીસથી પીડિત છે તેઓ આ મીઠાઈ ખાવાનું ટાળે છે, પરંતુ હવે તમારે આવું કરવાની જરૂર નથી. તમે ઘરે સુગર ફ્રી કાજુ કતરી બનાવી શકો છો. જેને તમારા ઘરમાં રહેલા ડાયાબિટીસના દર્દીઓ પણ આરામથી ખાય શકેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારતીય સૈન્ય દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ભૂજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ..

Abhayam

ઓક્સિજન ની કટોકટી સર્જાતા સુરત સિવિલ તેમજ સ્મિમેર દ્વારા લેવાયો મોટો નિર્ણય…

Abhayam

મોહમ્મદ શમી અર્જુન એવોર્ડથી સન્માનિત

Vivek Radadiya