સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો રાજ્યની આર્થિક રાજધાની ગણાતું સુરત ડાયમંડ અને ટેક્સટાઈલ ક્ષેત્રે વિકાસની નવી ક્ષિતિજો પાર કરી રહ્યું છે. જેમાં સુરતના ખજોદ વિસ્તારમાં નિર્માણ પામેલું ‘સુરત ડાયમંડ બુર્સ’ રાજ્ય અને દેશના આર્થિક વિકાસ માટે સીમાચિહ્ન બનશે. આર્થિક વિકાસ માટે યશકલગી સમાન ડાયમંડ બુર્સ સુરતના હીરા ઉદ્યોગને એક નવી ચમક પ્રદાન કરશે. 35.54 એકર વિશાળ જગ્યામાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટ (CBD) અને સામાજિક, વ્યાપારિક તથા શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સાથે અતિમહત્વકાંક્ષી ‘સુરત ડ્રીમ સિટી’ પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા બુર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે ખૂલ્લું મૂકશે.
વૈશ્વિક નજરાણા સમાન સુરત ડાયમંડ બુર્સની ખાસિયત
- 67 હજાર લોકો, વ્યાપારીઓ, મુલાકાતીઓ કામ કરી શકે, આવ-જા કરી શકે એટલી ક્ષમતા
- હાઈ સિક્યોરિટી ચેકપોઈન્ટ્સ, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, એન્ટ્રીગેટ પર કાર સ્કેનર્સ
- 67 લાખ સ્કવેર ફુટ બાંધકામ અને 4500થી વધારે ડાયમંડ ટ્રેડિંગની ઓફિસ
- બિલ્ડીંગ યુટિલીટી સર્વિસિસને મોનિટરીંગ અને કંટ્રોલ કરવા માટે બિલ્ડીંગ મેનેજમેન્ટ સિસ્ટમ (BMS)
- 300 સ્કવેર ફૂટથી 1 લાખ સ્કવેર ફૂટ સુધીની અલગ અલગ સાઈઝની ઓફિસો
- દરેક ટાવરને દરેક ફલોરથી કનેકટ કરતું સ્ટ્રકચર સ્પાઈનની લંબાઈ 1407 ફૂટ અને પહોળાઈ ઓછામાં ઓછી 24 ફૂટ
- ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ માટે કસ્ટમ ક્લિયરન્સ હાઉસની સુવિધા
- સ્પાઈનમાં 4 અલગ અલગ સેફ (લોકર) વોલ્ટની સુવિધા
- દરેક ઓફિસમાંથી ગાર્ડન વ્યૂ
- સ્પાઈનના કોમન પેસેજને ઠંડો રાખવા માટે- રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ (3.40 લાખ રનીંગ મીટર પાઈપ)
- ગ્રાઉન્ડ ફલોર પર મેમ્બરો માટે બેંક, રેસ્ટોરન્ટ, ડાયમંડ લેબ વગેરે સુવિધાઓ
- સંપૂર્ણ એલિવેશન: ચારે બાજુથી ગ્રેનાઈટ અને કાચથી કવર
- ફલોર હાઈટ: ગ્રાઉન્ડ ફલોર- 21 ફૂટ, ઓફિસ- 13 ફૂટ
- મેઈન સેરમેનિયલ એન્ટ્રીની હાઈટ: 229 ફૂટ
સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો
- ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં કેબલના સ્થાને BBT (બઝ બાર ટ્રંકિંગ)નો ઉપયોગ
- યુટિલિટી સર્વિસ માટે અલગ બિલ્ડીંગની વ્યવસ્થા
- સેન્ટ્રલાઈઝ કુલિંગ સિસ્ટમ (ચીલર અને કુલીંગ ટાવર)
- પ્રત્યેક બે ટાવર વચ્ચે 6 હજાર સ્કવેર મીટર (3 વિઘા) જેટલું ગાર્ડન: સ્પાઈનમાં દરેક ફ્લોર પર ગાર્ડન સાથેનું એટ્રીયમ
- દરેક ટાવરમાં લક્ઝુરિયસ એન્ટ્રન્સ ફોયર
- એક્સેસ કંટ્રોલ સિસ્ટમ – ટચ લેસ અને કાર્ડ લેસ
- 54 હજાર મેટ્રીક ટન લોખંડના સળીયાનો ઉપયોગ
- 5 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ
- 11.25 લાખ સ્કવેર ફુટ એલિવેશન ગ્લાસ
- 12 લાખ રનિંગ મીટર, ઈલેકટ્રીકલ અને આઈ.ટી ફાઈબર વાયર, 5.50 લાખ રનિંગ મીટર HVAC, ફાયર ફાઈટીંગ અને પ્લમ્બિંગ પાઈપ
- 5 એન્ટ્રી, 5 એક્ઝીટ અને 7 પેડેસ્ટ્રિયન ગેટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે