શિયાળામાં શાકભાજીના ભાવમાં ઘટાડો હિંમતનગર વડાલી માર્કેટિંગયાર્ડમાં શાકભાજીનો ભરાવો થયો છે. ટ્રાન્સપોર્ટની હડતાળથી શાકભાજીનો યાર્ડમાં ભરાવો થવા પામ્યો છે. યાર્ડમાં શાકભાજીનો ભરાવો થતા ભાવમાં ધરખમ ઘટાડો થવા પામ્યો હતો. હોલસેલ શાકભાજીમાં 50 ટકા જેટલા ભાવ ગગડ્યા હતા. હડતાળને પગલે કોઈ શાકભાજીની નિકાસ થઈ રહી નથી. ત્યારે ભાવ ગગડતા ખેડૂતોએ કરેલા ખર્ચ પર અસર થઈ છે. સરકાર યોગ્ય પગલા ભરે તેવી શાકભાજી પકવતા ખેડૂતોની માંગ છે.
કયા શાકભાજીના ઘટ્યા ભાવ?
શાકભાજી | ભાવ (કિલોમાં) |
લીલી ભાજી | 20 રૂપિયા કિલો |
મૂળો | 20 રૂપિયે કિલો |
ગાજર | 30 રૂપિયે કિલો |
આદુ | 160 રૂપિયે કિલો |
ટામેટા | 20થી 30 રૂપિયે કિલો |
વટાણા | 30થી 40 રૂપિયે કિલો |
તુવેર | 80થી 100 રૂપિયે કિલો |
વટાણા | 30થી 40 રૂપિયે કિલો |
આદુના ભાવમાં આંશિક ઘટાડો
અમદાવાદમાં પણ શાકભાજીનાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શિયાળામાં પાકની આવક થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. લીલી ભાજી 30 રૂપિયા કિલો અને મૂળો અને ગાજરનાં ભાવમાં 20-30 રૂપિયે કિલોનો ઘટાડો થયો છે. તો આદુનાં ભાવમાં પણ આંશિક ઘટાડો થયો છે. 200 રૂપિયે કિલો મળતું આદુ હાલ 160 રૂપિયે કિલો મળે છે. તો બજારમાં ટામેટાનો સૌથી ઓછો 20-30 રૂપિયા કિલો ભાવ છે. તો તુવેર 80-100 રૂપિયા અને લીલી મરચા 60-80 રૂપિયા કિલોનો ભાવ છે. જ્યારે વટાણા 30-40 રૂપિયા કિલો ભાવ જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે