Abhayam News
AbhayamNews

ગુજરાતમાં નકલી ડૉક્ટરોનો રાફડો ફાટયોઃબે મહિનામાં આટલા નકલી ડૉક્ટરો પકડાયા..

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલી લહેર કરતા બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. બીજી લહેરમાં પોઝિટિવ કેસોની સાથે-સાથે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી મહામારીમાં પણ કેટલાક ઇસમો પૈસા કમાવવાની લાલચમાં ડૉક્ટરો બનીને લોકોના જીવને જોખમમાં મૂકતા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. અલગ-અલગ જગ્યાઓ પર નકલી ડોક્ટર લોકોની સારવાર કરતા હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે છેલ્લા બે મહિનામાં ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાંથી 57 જેટલા નકલી ડૉક્ટરો પકડાયા છે.

ગુજરાતમાં છેલ્લા બે મહિનાની અંદર પોલીસે અલગ-અલગ જગ્યા પર કાર્યવાહી કરીને 57 જેટલા નકલી ડોક્ટરની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે 53 જેટલા ગુનાઓ પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. મોટાભાગે આ બોગસ ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સારવાર કરીને ગામ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે ત્યારે પોલીસે વડોદરા જિલ્લામાંથી 4 નકલી ડોક્ટર, પંચમહાલમાંથી 4 નકલી ડોક્ટર, વલસાડમાંથી 9, મોરબીમાંથી 1, રાજકોટમાંથી 1 અને વડોદરા શહેરમાંથી 1 નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. આ ઉપરાંત છેલ્લા 4 દિવસમાં અલગ-અલગ જગ્યાઓ પરથી 20 જેટલા નકલી ડૉક્ટરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાંથી જ પકડાયેલા ડોક્ટરો સામે 53 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે નકલી ડોક્ટર બનીને લોકોની સારવાર કરતાં લોકો મોટા ભાગે અન્ય રાજ્યોના છે અને તેઓ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ખોલીને વ્યક્તિઓની સારવાર કરવાના સાધનો વસાવીને ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે

ગુજરાત પોલીસ દ્વારા 1 એપ્રિલથી નકલી ડૉક્ટરોને પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. 1 એપ્રિલથી 31 મે સુધીમાં પોલીસ દ્વારા 57 જેટલા બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં સૌથી વધારે નકલી ડોક્ટરો વલસાડ જિલ્લામાંથી પકડાયા છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા થોડા દિવસો પહેલા જ રાજકોટ પોલીસ દ્વારા બે નકલી ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે..

Related posts

ગિરનારની લીલી પરિક્રમાનું ખાસ મહત્વ 

Vivek Radadiya

ભાજપના આ 12 સાંસદના પગારમાં થશે મોટો ઘટાડો

Vivek Radadiya

હવે નહીં આવે ઓવરસ્પીડનો મેમો!

Vivek Radadiya