ઉમેદવાર આપવામાં થાપ ખાઇ ગયા, માફ કરજો: ઇસુદાન ગઢવી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં આજે મોટી ઉથલપાથલ થઇ ગઇ છે. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપી દીધું છે. જે બાદ આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે, છ-સાત દિવસ પહેલા મારી વાત થઇ હતી. મેં કીધું હતું કે કોઇ તકલીફ હોય તો કહેજો. કેટલાય અમારા ઉમેદવારો જે મજબૂતાઇથી લડયા હતા. એમને પણ કોઇના કોઇ રીતે ભાજપમાં જોડવાના પ્રયાસ કરે છે. આ લોકતંત્ર નથી. તો તો એક કામ કરોને લોકશાહી ખતમ કરી દો.
સરપંચથી લઇને પ્રધાનમંત્રી સુધી તમારી સત્તા છે. ભાજપ પાસે ફૂલ સત્તા છે. ચૈતર વસાવાના પત્નીને છેલ્લા દોઢ મહિનાથી જેલમાં રાખ્યા છે. જેલ મહિનાથી જુઠ્ઠો કેસ કર્યો છે. એવા કોઇ પૂરાવા નથી. શું કામ? આમ આદમીને ખતમ કરો. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી 2027માં ગુજરાતમાં સરકાર બનાવશે, એટલા માટે એને ખતમ કરો.
ઉમેદવાર આપવામાં થાપ ખાઇ ગયા, માફ કરજો: ઇસુદાન ગઢવી
એટલા માટે સંજય સિંહ, મનિષ સિસોદિયા, સત્યન્દ્ર જૈન બધાને જેલમાં રાખી દીધા. હજુ અરવિંદ કેજરીવાલને જેલમાં નાંખવાની પેરવી કરી રહ્યા છે, જેથી આમ આદમી પાર્ટી ખતમ થઇ જાય. પરંતુ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે જોડાયેલી છે. ભ્રષ્ટાચાર મુક્ત સાશન, શિક્ષણ ફ્રી, આરોગ્ય ફ્રી, આ બધી વ્યવસ્થાઓ માટે, એટલા માટે અમે જોડાયા છીએ.
મારે દુખ સાથે કહેવું પડે છે કે પાંચ ધારાસભ્યને સતત ટોર્ચરીંગ કરવાનું, દરેક ત્રીજા, પાંચમા દિવસે જવાનું, ક્યારે આવો છો, ક્યારે આવો છો. પણ હું ખાતરી સાથે કહું છું કે ચારેય ધારાસભ્ય અકબંધ છે. મેં પહેલા પણ ભૂપતભાઇને સમજાવ્યા હતા કે ભાજપ છે, તમને ડબ્બામાં નાંખી દેશે. વિસાવદરની જનતાને વિનંતી કરું છું, કદાચ ઉમેદવાર આપવામાં થાપ ખાઇ ગયા છીએ, માફ કરજો. બીજી વાર ધ્યાન રાખીશું. અમે આ ભાઇની પસંદગીમાં ક્યાંક થાપ ખાઇ ગયા તે ખૂબ જ દુખ સાથે કહેવું પડે છે. પરંતુ એક વર્ષ સુધી તેમણે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…