Abhayam News
AbhayamGujarat

નડિયાદ GIDC ખાતે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Factory manufacturing narcotic chemical powder seized at Nadiad GIDC

નડિયાદ GIDC ખાતે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ નડિયાદના બિલોદરા ગામેથી ઉજાગર થયેલ સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યાં જ આવી સ્થિતિ વચ્ચે પોલીસના હાથે નશાકારક કેમિકલ પાવડર બનાવતું વધુ એક યુનિટ ઝડપી લીધું છે. નડિયાદ સ્થિત GIDCમાં ચાલતા આ ગેરકાયદે ધમધમતા વેપલાનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે કર્યો છે.

Factory manufacturing narcotic chemical powder seized at Nadiad GIDC

આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવાતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાડી બનાવવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે આ યુનિટના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બાદ નડિયાદ નશાકારક પદાર્થોનું ઉત્પાદન માટે જાણે ગુજરાત ભરમાં જાણીતું બન્યું હોય તેમ લાગી રહ્યું છે.

નડિયાદ GIDC ખાતે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

પોલીસે દરોડા કરતા પોલીસે ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર તથા પ્રવાહી અને પાવડર મળી કુલ રૂપિયા 19 લાખ 68 હજાર 500 એમ જ એક મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાડી બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે આ યુનિટના સંચાલક પ્રકાશ જેઠાભાઈ ગોપવાણી સામે આઈપીસી 308, 328, 272, 273, 465, 468, 471 મુજબનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર બાબતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવવામાં આવતો હતો. જેનો ઉપયોગ ડુપ્લીકેટ તાડી બનાવવા માટે થતો હોય છે. આમ તો હકીકતમાં તેનો ઉપયોગ સિડેટીવ્સ અને એન્થેસ્ટિક તરીકે થતો હોય છે. પરંતુ હાલમાં આ પ્રતિબંધિત છે. મુંબઈનો પ્રકાશ છે

તે આ ફેક્ટરી ચલાવતો હતો. ફેક્ટરીમાંથી અગત્યના ડોક્યુમેન્ટ્સ, રો મટીરીયલ્સ, ફાઇનલ પ્રોડક્ટ સહિત 19 લાખના કેમિકલ મુદ્દામાલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ 24 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.પ્રકાશે બિલમાં પણ અલગ અલગ નામ દર્શાવ્યા છે. આ આ પાવડરનું અહીંયા ઉત્પાદન કરાતું અને મુંબઈ મહારાષ્ટ્રમાં વેચાતું હતું અને પોલીસ આ નેટવર્કને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં અન્ય વ્યક્તિઓ પણ મળી આવશે. પ્રકાશે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જીઆઇડીસીના કોઈ લાઇસન્સ લીધા નહોતા. આથી કહી શકાય કે, GPCB કે GIDCના લાયસન્સ લીધા વગર જ યુનિટ ધમધમતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

આગામી રામનવમી ભવ્ય રામ મંદિરમાં : PM મોદી

Vivek Radadiya

શંકાસ્પદ પીણુ પીવાથી મોત થયાની લોકોમા ચર્ચા

Vivek Radadiya

GPSCની ક્લાસ 1-2 ની ડિસેમ્બરમાં યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર

Vivek Radadiya