જેમનું નામ તો છે પરંતુ જેનું કામ વિશેષ છે એવા બે માનવીઓ જેઓએ કોરોના જેવી મહામારીમાં રાત દિવસ પરિવારની પરવા કર્યા વિના ખુબજ માનવીય અભિગમ ઉપયોગી સેવાઓ પુરી કરવા માટે હંમેશા કાર્યરત રહ્યા છે આ સભ્યો પાસે રાજકીય હોદ્દેદારી હોવા છતાંય અનેક કામનાં કારભાર સંભાળી રહ્યા હોય ત્યારે આ વિશેષ પ્રકારની સેવા સમગ્ર સુરત શહેરનાં નાગરિકોનું હૃદય જીતી લે એવું કામ કર્યું છે,
આ સભ્યો છે… સુરત શહેરનાં કોર્પોરેટરશ્રી દક્ષેશભાઈ માવાણી વોર્ડ નં 6 અને રાજુભાઈ જોળિયા જેઓ SMC હોસ્પિટલ કમિટી ચેરમેન તરીકે કાર્યરત છે વાત કરીએ દક્ષેશભાઈ માવાણી ની તો જ્યારે સમગ્ર ગુજરાત કોરોનાની બીજી વેવમાં હતો ત્યારે શરૂઆતનાં દિવસોમાં જ એમના પિતાશ્રીનું કોરોનાનાં કારણે અવસાન થયું અને આ સમયે જ્યારે એના ઘરનું સ્વજન ગુમાવ્યું હોય ત્યારે એમની માનસિકતાની પરિસ્થિતિ આપ સહુ કોઈ જાણી શકો છો ત્યારે આ યુવા વ્યક્તિએ સમગ્ર ગુજરાતમાં ચાલતી ઓક્સિજન માટે પડતી મુશ્કેલીમાં શું કરી શકાય તેના માટે સતત પ્રયત્નશીલ હતા ત્યારે અચાનક જ એમના મગજમાં વિચાર આવ્યો કે ભાવનગરમાં રહેલા એમના બનેવી સાથે વાતચીત થતા ભાવનગરમાં એક ખાનગી ફેક્ટરીમાં ઓક્ઝિજન ની વ્યવસ્થા થઈ શકે
તેવી જાણ થતા આ બાબતે વધુ સંકલન કરી કંપનીનાં માલિક જેઓ મુંબઈ રહે છે તેમની સાથે સંજયભાઈ અને જગદીશભાઈ માંગુકિયા દ્વારા કંપનીના માલિક સાથે સંકલન કરી દક્ષેશભાઈને માધ્યમ રાખી 10 વર્ષ થી બંધ પડેલી કંપનીને ચાલુ કરવા માટે થતા ખર્ચા ને પોતે ચૂકવશે અને નિઃશુલ્ક ઓક્ઝિજન ભરી આપશે આ કંપનીમાં અંદાજીત ત્રણ હજાર બોટલો જે પાંચ કિલોથી લઈ 48 કિલોની જુમ્બો બોટલ આ કંપનીમાં થર્ડ કલાસ સ્થિતિમાં હતી જેને રીપેર અને કલરકામ કરી કંપનીને શરૂ કરી સમગ્ર ગુજરાતનાં શહેરો જિલ્લા અને તાલુકા અને નાના નાના ગામડાઓમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો થયા, ગર્વ તો ત્યારે થાય આ સમગ્ર કામ પડદા પાછળ રહી દક્ષેશભાઈ માવાણી એ અંજામ સુધી પહોંચાડિયું, ધન્ય છે આ યુવાનેતા જેમણે આ સરસ કાર્ય પૂરું પાડ્યું. દક્ષેશભાઈ માવાણી દ્વારા અન્ય શહેરમાં ચાલતા આઈસોલેશન વોર્ડમાં અનેક પ્રકારની સેવા આપી અનેક લોકોને મદદરૂપ બની રહ્યા છે
આવા જ કાર્યથી નેતાઓ પોતાની વિશેષ્ઠ ઓળખ સમાજ શહેર કે રાષ્ટ્રમાં ઉભી કરતા હોય છે. આગળ વધતા વાત કરીએ તો એવા જ સુરત શહેરનાં જાગૃત અને કાર્યરત સુરત શહેર SMC હોસ્પિટલ કમિટી ચેરમેન રાજુભાઈ જોળિયા જેઓ સતત કોરોનાનાં બીજા વેવમાં રાત દિવસ જ્યારે આ મહામારીની ભયંકર મુસીબતો સર્જાય હતી ત્યારે શહેરનાં તમામ લોકોની આવતી તકલીફોને અને દર્દીઓને સારી વ્યવસ્થા સરકારી હોસ્પિટલોમાં ખાસ સિવિલ અને સ્મીમેરમાં થઈ શકે તેવા પ્રયત્નો માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યા હતા શહેરમાં ચાલતા નાના નાના હેલ્થ સેન્ટરોમાં પણ જરૂરી જણાય ત્યાં પદ અધિકારીઓ સાથે તેમજ નિમણુંક થયેલા કર્મચારીઓ અને આવતા દર્દીઓને વ્યવસ્થિત રીતે મળતી સેવાનો લાભ લઈ શકાય તે હેતુથી બધાનું જ સંકલન કરી એક શ્રેષ્ઠ માનવીથી થતા દર્દીનારાયણોને ઉત્તમ પ્રકારની વ્યવસ્થા પુરી પડી રહે તેવું કામ કરી સમગ્ર સુરત શહેરના લોકો પર આવી પડેલ ખરાબ સમયમાં આ માનવીએ કોઈપણ જાતની પરવા કર્યા વિના પોતાની સત્તા પર રહેલા કાર્યની બેખુબી કામગીરી બજાવી પોતાનું કર્તવ્ય અદા કર્યું છે
આ બંને યુવાનોએ આ સમયે ખરેખર લોકોનાં દર્દને સમજી પોતાના થી થતા કાર્ય કરી માનવતાને મહેકાવે એવું કાર્ય કર્યું છે નવાઈ તો ત્યારે લાગે આવા કાર્ય કાર્ય પછી પણ કોઈ પૂછે અને શ્રેય આપે ત્યારે એમના મુખે થી સાંભળવા મળે કે આતો અમારી ફરજ અને જવાબદારી બને છે તેમ છતાંય અમારાથી કોઈ કામ ના થયું હોય તો પણ માફી માંગી લોકોનાં દિલ જીતે