ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડનાર હકદર્શક પુણેની રહેવાસી નમિતા થાપર Shark Tank Indiaની સીઝન વન અને સીઝન 2 બન્નેમાં જજ રહ્યાં છે. નમિતા થાપર તેમના રોકાણના નિર્ણયોને કારણે શાર્ક ટેન્કના જજો વચ્ચે પણ ખુબ લોકપ્રિય હતી.
ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડનાર હકદર્શક
Emcure ફાર્માના વડાં અને Shark Tank Indiaની સીઝન 2ના જજ નમિતા થાપરે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તેમણે હકદર્શક નામના એક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. નમિતા થાપરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “આજે સવારે મે હકદર્શક અને અનિકેત દોએગર સાથે એક ડીલ કરી છે.”

હકદર્શક ફાઈનાન્શિયલ ઈન્ક્લૂઝન અને સરકારી યોજનાઓની ઉપલબ્ધ્તા સુનિશ્ચિત કરવા માટે દેશમાંથી ગરીબી રોકવા પર કામ કરી રહી છે. હકદર્શકે shark tank india સીઝન 2 રજૂ કરવામાં આવેલી પિચ બાદ તેનો બિઝનેસ બમણો કરીને ₹30 કરોડનું વેચાણ કર્યં છે.
કંપની પહેલેથી જ નફો કરતી પણ થઈ ગઈ છે.
હકદર્શક આ વર્ષે ₹60 કરોડનો બિઝનેસ કરી શકે છે અને દેશભરના ગામડાઓ સુધી 8000 કરોડ રૂપિયાની સ્કીમ પહોંચાડી શકે છે. નમિતા થાપરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “ગ્રામીણ વિસ્તારોના લોકોની જરૂરિયાતના હિસાબે હકદર્શક સારું કામ કરી રહી છે. આ પ્રકારનું કામ કરવા માટે લોકોએ સામે આવવાની જરૂર છે.”
સીઝન 2મા હકદર્શક એક સોશિયલ સ્ટાર્ટઅપ રુપમાં આવ્યું
Shark Tank India સીઝન 2મા હકદર્શક એક સોશિયલ સ્ટાર્ટઅપ રુપમાં આવ્યું હતું અને નમિતા થાપર, અમન ગુપ્તા અને પિયૂષ બંસલે ₹1 કરોડના બદલે બે ટકા ઈક્વિટીની ડીલ કરી હતી.
હકદર્શક સરકારી યોજનાઓને દુર-દૂરના ગામડાના લોકો સુધી પહોંચાડવાનું એક સરસ માધ્યમ બની ગયું છે.
તકનિકના ઉપયોગથી આ સરકારી યોજના અને જનકલ્યાણના કામને છેવાડાના લોકો સુધી પહોચાડે છે. કોઈ પણ વ્યક્તિની જાતિ, આવક અને વિસ્તાર અંગે 40-50 સવાલ પૂછીને હકદર્શક તેમને જણાવે છે કે, તેઓ સરકારની કઈ કઈ યોજનાઓનો લાભ ઉઠાવીને કામકાજ કરી શકે છે. ભારતમાં સોશિયલ વેલફેરની હાલના સમયે 13 હજારથી વધુ યોજનાઓ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……