ફેસબુક એકાઉન્ટમાં કરો આટલા સેટિંગ્સ દેશનો બહોળો વર્ગ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો પર લોકોના એકાઉન્ટ હોય છે. પરંતુ આજકાલ ફેક ID બનાવી લોકોને છેતરવાનું ચલણ વધી રહ્યું છે. જેનાથી સાવધાન રહેવા અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
આખી દુનિયામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લોકો તેમની તમામ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરે છે. ફેસબુક પણ આ પૈકીનું એક પ્લેટફોર્મ છે. ફેસબુક યુઝર્સની સંખ્યાએ વિશ્વના દેશોની વસ્તીને પણ ટક્કર મારી દીધી છે. પરંતુ, ફેસબુકના સતત વધી રહેલા ઉપયોગ સાથે તેનો દુરુપયોગ પણ વધવા લાગ્યો છે
સાયબર ગુનેગારો લોકોના નકલી ફેસબુક આઈડી બનાવે છે અને તેમના મિત્રો અને સંબંધીઓને નિશાન બનાવે છે. સાયબર એક્સપર્ટ અમિત દુબે જણાવે છે કે, આ રીતે તમારું ફેક આઈડી બનતું અટકાવવા માટે અમુક સેટિંગ કરવા જરૂરી છે.
ફેસબુક એકાઉન્ટમાં કરો આટલા સેટિંગ્સ
ફેસબુકના આ સેટિંગનો ઉપયોગ કરો
સૌથી પહેલા તમારા ફેસબુક આઈડીમાં આ સેટિંગ સેટ કરો જેથી કરીને કોઈ તમારું પ્રોફાઈલ પિક્ચર ડાઉનલોડ ન કરી શકે. સાયબર ગુનેગારનો હેતુ તમારા મિત્રો સુધી પહોંચવાનો હોય છે. તેથી, તમારી ફ્રેન્ડ લિસ્ટને પબ્લિક ન રાખો. તેને પ્રાઈવેટ કરી નાખો. તમારી પોસ્ટ જોનારૂં ઓડિયન્સ પર મર્યાદિત રાખો. આ સાથે, એ પણ ધ્યાનમાં રાખો કે કોઈ તમને તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ટેગ ન કરી શકે. આ માટે એક સેટિંગ પણ આપવામાં આવ્યું છે, જેને તમે એપ્લાય કરી શકો છો.
ફેક આઈડીની તાત્કાલિક જાણ કરો
અમિત દુબેએ કહ્યું કે આ બધી સેટિંગ્સ લાગુ કર્યા પછી પણ જો તમારું ફેક ફેસબુક આઈડી ક્રિએટ થાય છે, તો ગભરાશો નહીં. તમારે તે ફેર ફેસબુક આઈડીની તાત્કાલિક સાયબર ક્રાઈમ વિભાગમાં જાણ કરવી જોઈએ. રિપોર્ટિંગ કરતી વખતે, તમારા મૂળ IDની લિંક પણ શેર કરો. આ સાથે તમારા મિત્રોને પણ તે IDને રિપોર્ટ કરવા કહો. જેટલા વધુ લોકો તેની જાણ કરશે, તેટલું જલ્દી તે ID નિષ્ક્રિય થઈ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…