Abhayam News
AbhayamGujarat

શંકાસ્પદ પીણુ પીવાથી મોત થયાની લોકોમા ચર્ચા

Discussion among people about death due to questionable drinking

શંકાસ્પદ પીણુ પીવાથી મોત થયાની લોકોમા ચર્ચા ખેડામાં 5 યુવાનોના શંકાસ્પદ મૃત્યુ બાદ હવે એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. વિગતો મુજબ પાન પાર્લર પર મળતા પીણાંને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સિરપ મામલે પોલીસને સચેત કરાઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સાથે હવે DGPએ જણાવ્યું છે કે, 

Discussion among people about death due to questionable drinking

ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ખેડામાં પાંચ લોકોના મોત મામલે તપાસ કરી રહી છે. આ તરફ ખેડા SPએ કહ્યું કે, બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. કરિયાણાવાળા કિશોરનું કહેવું છે કે પોતે આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ કરે છે. આ પીણું વેચવા કોઈ પ્રકારની મંજૂરી લેવાની હોતી નથી. 

ખેડામાં 5 યુવકોના શંકાસ્પદ મોત મામલે DGPનુ નિવેદન
ખેડામાં પાંચ લોકોના મોતને લઈ DGPએ કહ્યું છે કે, ખેડા પોલીસ રેન્જ આઈજી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. આયુર્વેદીક સીરપ જેવું છે જેમાં 3 વ્યક્તિના મૃત્યુ થયું છે. 2 લોકોનુ મૃત્યુ સીરપના કારણે થયું નથી. 2 લોકોને પૂછપરછ થઈ રહી છે. આ સાથે કહ્યું કે, આલ્કોહોલ 12%થી ઓછું  હોય તો લાઈસન્સની જરૂર નથી તેવું ફૂડ ડ્રગ્સ વિભાગે કહ્યું હતું.

Discussion among people about death due to questionable drinking

શું કહ્યું ખેડા SPએ ? 
ખેડા SPએ કહ્યું કે, અચાનક થયેલા મોત બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. બે મૃત્યુ થયા તેમાં એક મહેમદાવાદ અને બગડુ ગામના છે. SPએ કહ્યું કે, બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી. બિલોદરાના 3 લોકોના મૃત્યુ થયા પણ બિલોદરાના મૃતકના પરિવારે પણ પોલીસને માહિતી આપી ન હતી. મીડિયામાં સમાચાર જાણ્યા બાદ મૃતકના પરિજનો પાસેથી જાણકારી મેળવી હતી. ગતરાત્રે નટુભાઈનું મૃત્યુ થતા પરિજનો ઘરે લઈ જવા માંગતા હતા. 

Discussion among people about death due to questionable drinking

આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ 
આ સાથે ખેડા SPએ કહ્યું કે, કરિયાણાવાળા કિશોરનું કહેવું છે કે પોતે આર્યુર્વેદિક સિરપ મેઘસવાનું વેચાણ કરે છે. આ કેસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવાઇ છે . આ પીણું વેચવા કોઈ પ્રકારની મંજૂરી લેવાની હોતી નથી. કિશન કિરાણા સ્ટોરમાંથી પીણું પીધા બાદ ઘટના થયાની ચર્ચા હતી. ગામમાં મૃત્યુ થયાની ચર્ચા થતા કિરાણા સ્ટોરનો વેપારી ફરાર થયો છે. બિલોદરાનો દુકાનદાર 100 રૂપિયામાં સિરપ લાવી 130માં વેચતો હતો. આ સાથે SP એ કહ્યું કે, બિલોદરામાં જેટલા લોકોએ પીણું પીધું છે તેમની તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

Indian Constitution Day: 26 નવેમ્બરે કેમ મનાવવામાં આવે છે બંધારણ દિવસ

Vivek Radadiya

ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ બનશે પેપરલેસ 

Vivek Radadiya

સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીના ટાઈટલ ટ્રાન્સફરને લઈને મોટો નિર્ણય

Vivek Radadiya