રાજસ્થાનના CM કરતાં અમીર છે ડેપ્યુટી CM દિયા કુમારી, જાણો કેટલી છે સંપત્તિ રાજવી પરિવારમાંથી આવતા રાજકુમારી દિયા સિંહને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે તેમની સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 19.19 કરોડથી વધુ છે. જે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કરતાં પણ વધુ છે. ભજનલાલ શર્માની સંપત્તિ રૂપિયા 1.40 કરોડ છે.

દિયા કુમારીના એફિડેવિટ મુજબ તેમણે 28 કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડમાં 14.85 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. તો એફડીઆરમાં આશરે રૂ.1.5 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
રાજસ્થાનના CM કરતાં અમીર છે ડેપ્યુટી CM દિયા કુમારી, જાણો કેટલી છે સંપત્તિ

આ સિવાય 8 બેંકોના બચત ખાતામાં 1.48 કરોડ રૂપિયાથી વધુની રકમ અને ચાલુ ખાતામાં 92 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે. તેમના નામે કોઈ જમીન કે મકાન નથી.

દિયા કુમારીના એફિડેવિટમાં કુલ સંપત્તિ રૂ.19.19 કરોડથી વધુ છે. જ્યારે 2013ની વિધાનસભા ચૂંટણી સમયે દિયા કુમારીની કુલ સંપત્તિ 9.64 કરોડ રૂપિયા હતી. 2019ની લોકસભા ચૂંટણી નામાંકનમાં આપેલી વિગતો પ્રમાણે 16.59 કરોડ રૂપિયાની આવકનો દાવો કર્યો હતો.

રાજસ્થાનના ડેપ્યુટી CM દિયા કુમારીના એફિડેવિટ મુજબ, તે દર વર્ષે સરેરાશ 2 કરોડ રૂપિયાથી વધુના આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે. નાણાકીય વર્ષ 2019-20માં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 3.27 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે