PGVCLમાં બેદરકારીનો અંધારપટ ! અમરેલીના વડીયાના અનીડા ગામનો ખેડૂત ચુની દેસાઇ નામના ખેડૂતે 3 વર્ષ અગાઉ વીજ જોડાણ માટે અરજી કરી હતી.જોકે તેઓને વીજ મીટર તો ન મળ્યું પરંતુ મફતમાં પાછલા 3 વર્ષથી હજારોનું વીજ બિલ અને બિલ ભરવાની નોટિસ મળી રહ્યી છે.ખેડૂતનો આરોપ છે કે વારંવાર બાકી બિલની નોટિસ બાદ PGVCLને રજૂઆત કરાઇ તો અધિકારીઓએ અલગ અલગ કારણો રજૂ કર્યા છે.
અમરેલીના વડીયાના અનીડા ગામનો ખેડૂત ચુની દેસાઇ નામના ખેડૂતે 3 વર્ષ અગાઉ વીજ જોડાણ માટે અરજી કરી હતી.જોકે તેઓને વીજ મીટર તો ન મળ્યું પરંતુ મફતમાં પાછલા 3 વર્ષથી હજારોનું વીજ બિલ અને બિલ ભરવાની નોટિસ મળી રહ્યી છે.ખેડૂતનો આરોપ છે કે વારંવાર બાકી બિલની નોટિસ બાદ PGVCLને રજૂઆત કરાઇ તો અધિકારીઓએ અલગ અલગ કારણો રજૂ કર્યા છે.
એક અધિકારીએ મીટર લેબ પરિક્ષણમાં મોકલ્યાની વાત કરી છે. તો બીજા અધિકારીએ તો ખેડૂતને કોર્ટના રસ્તો બતાવી દીધો છે.ખેડૂત હાલ મુંઝવણમાં છે કે મીટર વગર બિલ આવે કેવી રીતે આવે છે. તો TV9ની ટીમે જ્યારે ખેડૂતની સમસ્યાની રજૂઆત PGVCLના અધિકારીને કરી તો અધિકારી લાજવાને બદલે ગાજ્યા હોવાનું સામે આવ્યુ છે. મીટરનો ફિક્સ ચાર્જ વસૂલાતો હોવાનો દાવો કર્યો છે.
હજી તો એક રૂપિયો બાકી હોવાની નોટિસનો મામલે તાજો જ છે. ત્યાં ફરી એકવાર PGVCLનો છબરડો અમરેલીમાં ચર્ચાનું કારણ બન્યો છે. એક તરફ વીજ વિભાગ હાઇટેક બનવાની વાતો કરે છે.ત્યાં બીજી તરફ આ પ્રકારના છબરડા દર્શાવે છે કે અધિકારીઓ ઉંઘી રહ્યા છે.અને ખેડૂતોની ઉંઘ હરામ કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે