સાયબર ક્રાઈમ: ગુજરાતના લોકો પાસેથી લૂંટ્યા 1400 કરોડ રૂપિયા આ એપ દ્વારા લોકોને મોટી રકમ જીતવાના સપના દેખાડવામાં આવતા હતા. લોકો મોટી રકમનો દાવ લગાવે અને વધારેમાં વધારે રિટર્ન મેળવી શકે. લોકો લાલચમાં આવ્યા અને લોભને કારણે 1400 કરોડ રૂપિયા ગુમાવ્યા. આ ઠગ 15 થી 75 વર્ષની ઉંમરના લોકોને શિકાર બનાવતો હતો. તે એક દિવસમાં અંદાજે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતો હતો.
સાયબર ક્રાઈમ: ગુજરાતના લોકો પાસેથી લૂંટ્યા 1400 કરોડ રૂપિયા
રોજબરોજ ફ્રોડના નવા નવા કેસ સામે આવી રહ્યા છે, જેમાં જુદી-જુદી રીત દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવે છે. આ ક્રમમાં એક નવો કેસ સામે આવ્યો છે જેના વિશે જાણીને લોકો દંગ રહી ગયા. એક વ્યક્તિએ એક એપ તૈયાર કરી અને 9 દિવસમાં 1200 લોકોને તેની જાળમાં ફસાવ્યા હતા. આ ખેલનો માસ્ટર માઈન્ડ ચીનનો એક વ્યક્તિ હોવાનું કહેવાય છે. તેણે માત્ર 9 દિવસમાં 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
સ્કેમર્સની જાળમાં ફસાઈને લોકોએ રૂપિયા ગુમાવ્યા
તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો અને કેવી રીતે 5 કે 50 નહીં પરંતુ 1200 લોકો આ સ્કેમર્સની જાળમાં ફસાઈને રૂપિયા ગુમાવ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચીની વ્યક્તિનું નામ વૂ ઉયાનબે છે. પોલીસે આપેલી જાણકારી મૂજબ આ વ્યક્તિ ગુજરાતના લોકોને છેતરવાનું રેકેટ ચલાવતો હતો.

વ્યક્તિ ગુજરાતમાં 2020 થી 2022 સુધી રહ્યો હતો
આ ચીની વ્યક્તિએ તેના પાર્ટનર સાથે મળીને પહેલા એક ફેક ફૂટબોલ સટ્ટાબાજીની એપ બનાવી જેનું નામ છે Dani Data. ત્યારબાદ આ સટ્ટાબાજીની એપમાં 1200 લોકો ઠગ્સની જાળમાં ફસાયા હતા. આ વ્યક્તિ ગુજરાતમાં 2020 થી 2022 સુધી રહ્યો હતો. મામલો એટલો મોટો હતો કે ગુજરાત પોલીસે SIT ટીમની રચના કરવી પડી હતી.

2022માં આ ફેક એપ લોન્ચ કરવામાં આવી
જૂન 2022માં CIDને આ કેસના સંબંધમાં પહેલીવાર એલર્ટ કરવામાં આવ્યું હતું. આ ફ્રોડ કરનારાએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ ઘણા લોકોને શિકાર બનાવ્યા હતા. કેસની તપાસ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે સીઆઈડીએ જણાવ્યું હતું કે, આ ચીની વ્યક્તિ લોકોને પૈસાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતો હતો. ત્યારબાદ મે 2022માં આ ફેક એપ લોન્ચ કરવામાં આવી હતી.
આ એપ દ્વારા લોકોને મોટી રકમ જીતવાના સપના દેખાડવામાં આવતા હતા. લોકો મોટી રકમનો દાવ લગાવે અને વધારેમાં વધારે રિટર્ન મેળવી શકે. લોકો લાલચમાં આવ્યા અને લોભને કારણે 1400 કરોડ રૂપિયા ગુમાવ્યા. આ ઠગ 15 થી 75 વર્ષની ઉંમરના લોકોને શિકાર બનાવતો હતો. તે એક દિવસમાં અંદાજે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતો હતો. એપ માત્ર 9 દિવસ સુધી ચાલી અને પછી અચાનક બંધ થઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……