Abhayam News
AbhayamGujaratNews

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે

Chief Minister Bhupendra Patel on his visit to Ayodhya

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના જાપાના પ્રવાસ પહેલા ભગવાન શ્રી રામના દર્શને અયોધ્યા પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 9:30 વાગ્યે રામકથા પાર્ક હેલિપેડ પર ઉતર્યા છે. ત્યાર બાદ તેમણે હનુમાન ગઢીમાં દર્શન કર્યા છે. તેમજ મુખ્યમંત્રીએ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાની પૂજા કરી છે. આ સાથે CMએ અયોધ્યામાં ઉત્તરપ્રદેશ સરકારે અનેક રાજ્યો અને દેશ માટે ફાળવેલી જગ્યા પર નિર્માણ પામના ગુજરાતી ભવનની સમીક્ષા કરી છે. અયોધ્યામાં બનેલી ગુજરાતની ટુરિઝમ ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ઉત્તરપ્રદેશ સરકારે ફાળવેલી ગેસ્ટ હાઉસ અને ભવનની જમીન નવી અયોધ્યામાં આવેલી છે. ત્યા જઈને CMએ જમીનનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી.

Chief Minister Bhupendra Patel on his visit to Ayodhya

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે

મુખ્યમંત્રી 7 અધિકારીઓ સાથે વિદેશ પ્રવાસે જશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.  વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ બે દેશોના પ્રવાસે જશે. જેમાં એક જાપાન તો બીજો દેશ છે સિંગાપોર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સિનિયર IAS અધિકારીઓ પણ વિદેશ પ્રવાસે જશે. તારીખ 27 નવેમ્બરે 7 અધિકારીઓ સાથે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસ કરશે. જ્યાં તેઓ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે.

Chief Minister Bhupendra Patel on his visit to Ayodhya

27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન-સિંગાપોરના પ્રવાસે
વધુમાં જણાવી દઇએ કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યું છે. તારીખ 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઈલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CMના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ જોષી, ઉદ્યોગ- ખાણ વિભાગના ACS એસ.જે.હૈદર, ગિફ્ટ સિટીના વરિષ્ટ પ્રતિનિધી, દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ CMના અંગત મદદનીશ નીલ પટેલનો સમાવેશ થાય છે.

Chief Minister Bhupendra Patel on his visit to Ayodhya

ગુજરાતમાં મૂડી રોકાણ માટે કરશે પ્રોત્સાહિત
એક ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં વિદેશ પ્રવાસે જઈ રહેલું હાઈ લેવલ ડેલિગેશન તારીખ 27થી 30 નવેમ્બર દરમ્યાન જાપાનની મુલાકાત લેશે. બાદમાં પહેલી અને બીજી ડિસેમ્બરે તેઓ સિંગાપોરના પ્રવાસે રહેશે. ગુજરાતનું ડેલિગેશન બંને દેશોના વડાપ્રધાન, ઉદ્યોગ, ટેક્નોલોજી, શિક્ષણ સહિતના ક્ષેત્રોના પદાધિકારીઓ, ટેક્નોક્રેટ અને મુડીરોકાણકર્તાઓને જાન્યુઆરીમાં યોજનાર વાઈબ્રન્ટ સમિટમાં પધારવા તેમજ ગુજરાતમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહિત કરશે, આમંત્રણ આપશે.

Chief Minister Bhupendra Patel on his visit to Ayodhya

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

‘ગુજરાત સરકાર પાસે 25 વર્ષનો રોડમેપ તૈયાર છે’

Vivek Radadiya

આ કદાવર નેતા મોદી કેબિનેટમાં સ્થાન ન મળતા રાજનીતિમાંથી લીધો સંન્યાસ…

Abhayam

જાણો:-સી.આર.પાટીલે વિધાનસભાની ચૂંટણીને લઈને કર્યો આ મોટો દાવ..

Abhayam