RTE હેઠળ સ્કૂલમાં બોગસ પ્રવેશ મેળવનારા 58 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓની તપાસ કરવામાં આવી હતી. આવા વાલીઓને રૂબરૂ બોલાવી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી.
RTE હેઠળ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદમાં ખોટા દસ્તાવેજ જમા કરીને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. RTE હેઠળ બોગસ દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓ સામે કાર્યવાહી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી છે.
RTE હેઠળ સ્કૂલમાં બોગસ પ્રવેશ મેળવનારા 58 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 58 વિદ્યાર્થીના પ્રવેશ રદ કર્યા છે. શિક્ષણ વિભાગને મળેલી ફરિયાદના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓની તપાસ કરવામાં આવી હતી. આવા વાલીઓને રૂબરૂ બોલાવી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. આઈટી રિટર્નની તપાસ કરાતા વાલીઓની આવક દોઢ લાખથી વધુ જોવા મળી હતી. જોકે, વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ સુધી જે-તે સ્કૂલમાં અભ્યાસ કરી શકશે. પરંતુ નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ રદ ગણાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.