ભોપાલ ગેસ દુર્ઘટના સંયુક્ત રાષ્ટ્રસંઘની લેબર એજન્સી આંતરરાષ્ટ્રીય શ્રમિક સંગઠન આઇએલઓ)એ ઉપરોક્ત અહેવાલ રજૂ કરતા જણાવ્યું છે કે ૧૯૮૪માં મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ ખાતે આવેલા અમેરિકી કંપની યુનિયન કાર્બાઇડના પેસ્ટિસાઇડ પ્લાન્ટમાં વછૂટેલા ૩૦ ટન મિથાઇલ આઇસોસાયનેટ ગેસથી, કંપનીના કામદારો અને આસપાસ વસતા લોકો મળી છ લાખથી વધુ માનવીઓને વિપરિત અસર થઇ હતી.
ભોપાલ ગેસ દુર્ઘટના
સરકારી આંકડા પ્રમાણે આ દુર્ઘટનામાં આટલા વર્ષોમાં ૧૫,૦૦૦ લોકોના મૃત્યુ થયા છે. ઝેરી પદાર્થોના અવશેષોથી જીવતા રહેલા હજારો લોકો અને એમના વારસદારોને શ્વસનસંબંધી રોગો લાગુ પડયા છે. એમના શરીરના આંતરિક અંગોને નુકસાન થયું છે. ેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
2 અને 3 ડિસેમ્બર 1984 મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ માટે કાળ બનીને આવ્યો હતો. આ એવો કાળ હતો જેણે હજારોની સંખ્યામાં લોકોની બલી લઈ લીધી હતી. એ કાળમુખી દિવસે માત્ર ભારતને જ નહીં પરંતુ આખી દુનિયાને હચમાચવી નાખી હતી.
2 અને 3 ડિસેમ્બર 1984 ની મધરાતે ભોપાલમાં આવેલી યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડના પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થયો હતો. શહેરમાં જ્યારે લોકો શાંતિથી સૂઈ રહ્યા હતા ત્યારે ગણતરીની મીનિટોમાં આખા શહેરમાં ફેલાઈ ગયો હતો. અને કઈ કઈં સમજે તે પહેલા તો જોત જોતામાં આ ગોજારી ઘટનામાં ગેસના કારણે એક જ રાતમાં 3000થી વધુ લોકોને મોતને ઘાટ ઉતરી ગયા હતા. જ્યારે સરકારી આંકડાઓ મુજબ સમયાંતરે 15 હજારથી વધુ લોકોના મોત થયા હતા.
સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હજારો લોકોના મોત માટે જવાબદાર 1984ની ભોપાલ ગેસ દુર્ઘટના… દુનિયાની સૌથી મોટી ઔધોગિક દુર્ઘટનાઓમાંની એક છે. સંયુક્ત રાષ્ટ્રની શ્રમ એજન્સી ઇન્ટરનેશનલ શ્રમ સંગઠન દ્ધારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મધ્યપ્રદેશની રાજધાનીમાં અમેરિકી કંપની યુનિયન કાર્બાઇડના પેસ્ટિસાઇડ પ્લાન્ટમાં વછૂટેલા ૩૦ ટન મિથાઇલ આઇસોસાયનેટ ગેસથી 6 લાખથી વધુ મજૂરો અને આસપાસ રહેનારા લોકો પ્રભાવિત થયા હતા.
સરકારી આંકડા પ્રમાણે આ દુર્ઘટનામાં આટલા વર્ષોમાં ૧૫,૦૦૦ લોકોના મૃત્યુ થયા છે. ઝેરી પદાર્થોના અવશેષોથી જીવતા રહેલા હજારો લોકો અને એમના વારસદારોને શ્વસનસંબંધી રોગો લાગુ પડયા છે. એમના શરીરના આંતરિક અંગોને નુકસાન થયું છે. ેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઇ છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે……