Abhayam News
AbhayamGujarat

ભાણેજે મામાનું 8 કરોડ રૂપિયાનું કરી નાંખ્યુ

Bhanej made his uncle 8 crore rupees

ભાણેજે મામાનું 8 કરોડ રૂપિયાનું કરી નાંખ્યુ ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભાણેજે મામા સાથે છેતરપિંડી કરીને 8 કરોડથી પણ વધુની કિંમતના ચણા તેમજ ધાણા જાણ બહાર વેચી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે મામા દ્વારા પોતાના ભાણેજ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે આઇપીસી 408, 420 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેરાત 58 વર્ષીય કિશોર ડેડાણીયા નામના વેપારીએ ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે આઇપીસી 408, 420 હેઠળ પોતાના જ ભાણેજ ઉત્તમ ત્રાંબડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Bhanej made his uncle 8 crore rupees

ગ્રામ્ય વિસ્તારમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભાણેજે મામા સાથે છેતરપિંડી કરીને 8 કરોડથી પણ વધુની કિંમતના ચણા તેમજ ધાણા જાણ બહાર વેચી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે મામા દ્વારા પોતાના ભાણેજ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે આઇપીસી 408, 420 હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ભાણેજે મામાનું 8 કરોડ રૂપિયાનું કરી નાંખ્યુ

58 વર્ષીય કિશોર ડેડાણીયા નામના વેપારીએ ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે આઇપીસી 408, 420 હેઠળ પોતાના જ ભાણેજ ઉત્તમ ત્રાંબડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉત્તમ ત્રાંબડીયા દ્વારા ડેડાણીયાના મારુતિ એગ્રી ફૂડ્સ નામના કોલ્ડ સ્ટોરેજમાં જુદા જુદા વેપારી તેમજ ખેડૂતો દ્વારા રાખવામાં આવેલી 30,797 નંગ ચણાની બોરીઓ તેમજ ધાણાની 1800 નંગ બોરીઓ જે તમામની કુલ કિંમત 8,16,72,500 રપિયાની થાય છે. જેની ડેડાણીયાની જાણ બહાર વેચી નાંખી વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

Bhanej made his uncle 8 crore rupees

પોલીસને આપેલી ફરિયાદમાં કિશોર ડેડાણીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2018 માં મારુતિ એગ્રો ફુડ્સ કોલ્ડ સ્ટોરેજ નામની પેઢીમાં જુદા જુદા ભાગીદારો હતા. પરંતુ તમામ ભાગીદારોએ પોતાનો નીકળતો હિસ્સો લઈ લેતા મારુતિ કોલ્ડ સ્ટોરેજ નામની પેઢી મે તેમજ મારા પત્ની સુધાબેન તેમજ સોનિયા ડેડાણીયા નામના ત્રણ ભાગીદારોએ સંભાળી હતી. ઓલ્ડ સ્ટોરેજમાં દેખરેખ રાખવા માટે ભાણેજ ઉત્તમ ત્રાંબડીયાને ₹15,000 માસિક પગારથી રાખવામાં આવ્યો હતો. તેમજ કોલ્ડ સ્ટોરેજની તમામ જવાબદારી પણ તેને સોંપવામાં આવી હતી. મહિને એકાદ વખત ડેડાણીયા કોલ્ડ સ્ટોરેજ ખાતે આંટો મારવા જતા હતા તેમજ રેકોર્ડ ચેક કરતા હતા.

Bhanej made his uncle 8 crore rupees

ગત 23 નવેમ્બરના રોજ હાર્દિક બ્રોકર ઉનાના મંદિપ પોપટનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા કોલ્ડ સ્ટોરેજમાં મારી પાર્ટીનો માલ રાખવામાં આવ્યો હતો તે માલ લેવા તમારા કોલ્ડ સ્ટોરેજ ખાતે ગયા હતા પરંતુ તેમનો ત્યાં રાખેલો માલ ત્યાં હતો નહીં. ત્યારે સમગ્ર મામલે ઉત્તમને પૂછપરછ કરતાં તેણે કોઈપણ જાતનો સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ત્યારે કોલ્ડ સ્ટોરેજ ખાતે સ્ટોકની મેળવણી કરતાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કેટલાક વેપારીઓનો માલ તેમજ ખેડૂતોનો માલ કોલ્ડ સ્ટોરેજમાં મળી ગયો હતો. જ્યારે કેટલોક લોટ મળી આવ્યો નહોતો.

પૂછપરછમાં ડિસેમ્બર 2022થી આજ દિવસ સુધી ડેડાણીયાની જાણ બહાર કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા ધાણા તેમજ ચણાનો સ્ટોક વેચી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. તપાસના અંતે કુલ 38 જેટલી પેઢીનો માલ ડેડાણીયાના ભાણેજે વેચી નાંખ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

બાયોમેટ્રિક આધારિત GST રજિસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે ગુજરાત

Vivek Radadiya

માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા

Vivek Radadiya

સંસદની અંદર એન્ટ્રીના નિયમ અને પાસ મેળવાની પ્રોસેસ

Vivek Radadiya