Abhayam News
AbhayamGujarat

બાબરા પોલીસે આયુર્વેદિક સિરપનો જથ્થો કર્યો જપ્ત

Babra police seized quantity of Ayurvedic syrup

બાબરા પોલીસે આયુર્વેદિક સિરપનો જથ્થો કર્યો જપ્ત અમરેલી: બાબરા પોલીસે આયુર્વેદિક સિરપનો જથ્થો જપ્ત કર્યો છે. ભાજપના મહિલા નગરસેવકના પતિના ગોડાઉનમાં રેડ કરતા 4.50 લાખની કિમતની આયુર્વેદિક સિરપની 3 હજાર બોટલ મળી આવી હતી. જપ્ત કરાયેલ સિરપને FSLમાં મોકલવામાં આવશે.

Babra police seized quantity of Ayurvedic syrup

ત્રણ મહિનાના સમયગાળામાં સતત બીજીવાર સિરપની બોટલો મળી

જો કે એ જ નગરસેવકને ત્યાંથી ત્રણ મહિનાના સમયગાળામાં સતત બીજીવાર સિરપની બોટલો મળી આવી છે. પહેલા 40 હજાર સિરપની બોટલ અને હવે 3 હજાર સિરપની બોટલ મળતા હડકંપ મચી ગયો છે. જો કે સવાલ એ પણ છે કે અગાઉ ઝડપાયેલી સિરપ મામલે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી હતી અને આ વખતે પણ તેમને ત્યાંથી મોટી માત્રામાં આયુર્વેદિક સિરપ ઝડપાઈ છે ત્યારે શું તેમની સામે કાર્યવાહી થશે કે રાજકીય વગના જોરે છૂટી જશે?

Babra police seized quantity of Ayurvedic syrup

નગરપાલિકાના ભાજપના મહિલા સભ્યના પતિના ગોડાઉનમાં રેડ પાડી હતી. આ દરિમિયાન ગોડાઉમાંથી પોલીસે 4.50 લાખની રૂપિયાની 3 હજાર સિરપની બોટલ મળી આવી હતી.હાલ પોલીસ આ તમામ બોટલનો જથ્થો જપ્ત કરી FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

અગાઉ પણ નગરસેવકના પતિના ગોડાઉનમાંથી ઝડપાઈ હતી 40 હજાર સિરપની બોટલ

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાબરા નગરપાલિકાના સભ્યના પતિના ગોડાઉનમાંથી મોટી માત્રામાં સિરપની બોટલ રેડ દરમિયાન ઝડપાઈ હતી. વોર્ડ નંબર 1ના નગરસેવકના પતિના ગોડાઉનમાંથી 40 હજાર આયુર્વેદિક સિરપની બોટલ મળી આલી હતી.

Babra police seized quantity of Ayurvedic syrup

જેની કિંમત 60 લાખ જેટલી હતી. આટલી મોટી માત્રામાં સિરપની બોટલ મળી આવતા હડકંપ મચી ગયો હતો. એલસીબીએ રેડ કરી આ કાર્યવાહી હતી. નગરસેવનકા પતિ કોઈ રોકટોક વિના ખુલ્લેઆમ નશીલી આયુર્વેદિક સિરપ વેચતા હોવાનું સામે આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ખજૂરભાઈ મીનાક્ષી દવે સાથે લગ્નનાં બંધને બંધાયા 

Vivek Radadiya

સુરતીઓ નવું લાવ્યા! સાયકલ.. સાયકલ મારી સોનાની સાયકલ.. ગીત પર ખેલૈયાઓએ સાયકલ પર બેસીને કર્યા અનોખા ગરબા

Vivek Radadiya

બ્રેક ફેલ થવાથી સર્જાયો સૌથી ખરાબ રેલ્વે અકસ્માત થયા આટલા મુસાફરોનાં મોત..

Abhayam