Abhayam News
AbhayamNews

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ રાજીનામુ આપ્યું….

cગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદ પરથી અસિત વોરાએ રાજીનામુ આપ્યું છે. છેલ્લા લાંબા સમયથી અસિત વોરાના રાજીનામાની માગણી કરવામાં આવી રહી હતી.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પણ હેડ ક્લાર્ક પેપર લીક કાંડ બાદ કહેવામાં આવ્યું હતું કે, અસિત વોરા નૈતિકના ધોરણે રાજીનામુ આપે.

અસિત વોરાના રાજીનામાની માગણીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા કમલમમાં વિરોધ પણ કરવામાં આવ્યો હતો…

પેપરકાંડ બાદ અસિત વોરાના રાજીનામાની માગણી ઉગ્ર બની ગઈ હતી. આ ઉપરાંત અસિત વોરા પર એવા પણ આક્ષેપ થયા હતા કે અગાઉ પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં થયેલા પેપર લીક કાંડ સમય અસિત વોરા જ તે વિભાગના ચેરમેન હતા.

મહત્ત્વની વાત એ પણ છે કે, 13 ફેબ્રુઆરીના રોજ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે અને આ પરીક્ષા યોજાય તે પહેલા જ સરકાર દ્વારા અસિત વોરાનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું છે.

આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના જે તે સમયના નેતા મહેશ સવાણી દ્વારા ગાંધીનગરના કાર્યાલય પર ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની તબિયત લથડતા મહેશ સવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમણે સાધુ-સંતોના હસ્તે પારણા કર્યા હતા અને ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

Flipkart-Amazon સેલમાં યુઝર્સ સાથે થઈ રહી છે બેઈમાની!

Vivek Radadiya

માવઠાની આગાહીને લઇ કૃષિમંત્રીનું નિવેદન 

Vivek Radadiya

52 વર્ષની ઉંમરે પણ સિંગલ છે આ એક્ટ્રેસ

Vivek Radadiya