Abhayam News
AbhayamNews

જાણો:- ક્યાં IPSની સીબીઆઇના નવા ડાયરેક્ટર તરીકે નિમણૂક.?

IPS સુબોધકુમાર જયસ્વાલને 2 વર્ષનાં સમયગાળા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના નવા ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યા છે. જયસ્વાલ 1985 ની બેચની ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે અને તે અગાઉ મહારાષ્ટ્રનાં પોલીસ મહાનિર્દેશકનાં પદ પર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) ના ડાયરેક્ટર જનરલ છે. ઉલ્લેખનિય છે કે હાલમાં 1988 બેચના IPS અધિકારી અને CBIના એડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિન્હા CBI ડિરેક્ટરનો હવાલો સંભાળી રહ્યા છે. ઋષિ કુમાર શુક્લાની નિવૃત્તિ પછી સિન્હાને આ ચાર્જ સોંપાયો હતો.  

નોંધપાત્ર વાત એ છે કે, 24 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ CBIનાં નવા ડિરેક્ટરની નિમણૂક માટે 24 મેના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના નવા ડિરેક્ટરની પસંદગી માટે રચાયેલી ઉચ્ચ-સ્તરની સમિતિની અધ્યક્ષતા કરી હતી. વડા પ્રધાન ઉપરાંત સમિતિના અન્ય બે સભ્યો, લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી અને ભારતનાં ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના પણ હાજર રહ્યા હતા. આ બેઠક વડા પ્રધાનના નિવાસસ્થાને યોજાઇ હતી.

PSU.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં 4 દિગ્ગજોને જ એન્ટ્રી

Vivek Radadiya

હેડકલાર્ક પેપરલીક કાંડમાં મોટો ખુલાસોઃ પેપર ફોડનારનું નામ આવ્યું સામે, પરીક્ષા રદ્દ થવાની સંભાવના…

Abhayam

એક MBBS ડોક્ટરે રેમડેસીવીરના ગેરવહીવટ મામલે ‘રૂપાણી’ અને ‘પાટીલ’ સરકારે કરેલી ભૂલોની પોલ ખોલી નાખી..

Abhayam