Abhayam News
AbhayamNews

સુરતમાં વધુ એક દુષ્કર્મ ઘટના,જાણો કોણે દુષ્કર્મ આચર્યું…?

સુરતમાં 15 વર્ષની કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. ડીંડોલી વિસ્તારમાં રહેતા પીડિતાના માતા પિતા જ્યારે દવાખાને ગયા હતા… ત્યારે કિશોરીને પાડોશી રાહુલે પાણીનો કોક ચાલુ કરવાના બહાને ધાબા ઉપર બોલીને દુષ્કર્મ આચર્યુ હતું.

ઘટનાની જાણ પીડિતા કિશોરી દ્વારા પરિવારને કરવામાં આવતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે જે બાદ મોટી કબૂલાત સામે આવી છે.

સુરતમાં પાડોશીએ કિશોરી પર ગુજાર્યુ દુષ્કર્મ…..


માતા-પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવ્યો…

સુરત નાની બાળકીઓ અને કિશોર સાથે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા સુરતના ડિંડોલી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 15 વર્ષીય દીકરી ધો-10માં અભ્યાસ કરે છે માતાને હાથે દુખાવો થતા માતા-પિતા બંને દવાખાને ગયા હતા.

ત્યારે કિશોરી ઘરે એકલી હતી જેથી પડોશમાં રહેતો રાહુલ નામનો યુવક આ કિશોરી પર લાંબા સમયથી દાનત બગાડી ને બેઠો હતો તેવામાં કિશોરી ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઇ આરોપી રાહુલે કિશોરી ને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી.

કિશોરી રાહુલને કાકા માનતી હતી તેથી વિશ્વાસ રાખી ગઈ હતી. પણ કાકાએ 15 વર્ષની કિશોરી ઉપર દાનત બગાડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

જેથી પીડિતા ગભરાઈ ગઈ હતી માતા-પિતા દવાખાને આવતાની સાથે જ આ કિશોરી મૂંઝાયેલી જોવા મળી હતી. જેથી માતાને દીકરી સાથે કઈક અઘટિત બન્યું હોય તેવું લાગતા ની સાથે જ કિશોરીની પૂછપરછ કરતાં પોતાની સાથે બનેલી ઘટનાની આપવીતી માતા-પિતાને શબ્દ સ: કહેતા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.


પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમને પકડ્યો….

તરત જ માતા-પિતાએ રાહુલને બોલાવી તેની પુછપરછ કરતાં પોતે કરેલી ઘટના કબૂલી અને માફી માગી લીધી હતી અને ભવિષ્યમાં આવી પછી કોઈ ભૂલ નહીં થાય તેવી વાત કરી હતી જોકે કિશોરીની માતાએ આ મામલે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હસસખોર કાકાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે

જોકે પકડાયેલા રાહુલને પૂછપરછ કરતા સફાઈ કર્મચારી છે અને બે સંતાનોનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

આ રાજ્યમાં ધારાસભ્ય પોતાની લકઝરી કારને એમ્બ્યૂલન્સ તરીકે દાન કરી…

Abhayam

ગૂગલનું ‘ડિજી કવચ’ – ઓનલાઈન ફ્રોડથી બચાવે અને જાણો તેનું કામ

Vivek Radadiya

WHO માં નોકરી અપાવવાના નામે 15 લાખ રૂપિયાની છેતરપિંડી

Vivek Radadiya

1 comment

Comments are closed.