Abhayam News
AbhayamGujarat

ચેટ જીપીટીનો વિકલ્પ ભારત જીપીટી

Alternative to Chat GPT India GPT

ચેટ જીપીટીનો વિકલ્પ ભારત જીપીટી બૅંગલુરુની એક કંપનીએ ઓપન એઆઇના ચેટ જીપીટીનો વિકલ્પ શોધી કાઢ્યો છે. દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ, 2023માં કોરોવર કંપનીએ સ્વદેશી એઆઇના સમાધાનરૂપે ભારત જીપીટી રજૂ કર્યું હતું.

Alternative to Chat GPT India GPT

આ એઆઇ લૅંગ્વેજ મોડૅલ છે અને તેમાં ચેટ જીપીટી કરતાં વધુ ફીચર્સ છે. આ મોડૅલ 12 ભારતીય અને 120 વિદેશી ભાષા સમજી શકે છે જ્યારે ચેટ જીપીટી માત્ર 95 ભાષા સમજી શકે છે અને મુખ્યત્વે અંગ્રેજીમાં કામ કરે છે.ભારત જીપીટી ટેક્સ્ટ સહિત વિવિધ ફોર્મેટમાં ડેટા, ઇમેજ, ઑડિયો, વીડિયો, મેપને પ્રોસેસ કરી શકે છે જ્યારે ચેટ જીપીટી માત્ર ટેક્સ્ટ પ્રોસેસ કરે છે.

ચેટ જીપીટીનો વિકલ્પ ભારત જીપીટી

આનો ઉપયોગ કરવા માટે અમેરિકી કે બ્રિટિશ ઉચ્ચારણમાં બોલવાની જરૂર પણ નથી. ભારત જીપીટી ઇન્ટરનેટ ડેટાના સોર્સથી કન્ટેન્ટ મેળવે છે અને અન્ય વિશ્વાસપાત્ર સ્રોતની મદદથી કન્ટેન્ટમાં સુધારો કરવાની અનુકૂળતા પણ રાખે છે. એ ક્ષેત્ર, ડોમેન, સેક્ટર, સ્પેસિફિક યુઝ કેસનાં તથ્યોના આધારે પ્રાસંગિત સૂચનાઓ સાથે કન્ટેન્ટ રજૂ કરે છે.

Alternative to Chat GPT India GPT

કંપનીએ કરેલા દાવા પ્રમાણે ભારત જીપીટી સવાલોનો 90% સુધી સચોટ જવાબ આપે છે. મહત્ત્વનું છે કે તેનો ડેટા દેશમાં જ રહેશે. રિયલટાઇમ પેમેન્ટ થઈ શકે તે માટે તેમાં ઇનબિલ્ટ પેમેન્ટ ગેટવે પણ હશે. આઇઆરસીટીસી, એલઆઇસી, એનસીપીઆઇ, આઇજીએલ, ભારત ઇલેક્ટ્રોનિક્સ જેવાં સંસ્થાનોમાં તેનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરાયો છે.

ટીબીના 25% વધુ દર્દીઓની ઓળખ
સમિટમાં સ્વદેશી ડિટેક્શન અલ્ગોરિધમનું પ્રદર્શન કરાયું હતું. પાયલટ સ્ટેટ દરમિયાન તેના ડીપફેક પકડવાની ક્ષમતા 90% કરતાં પણ વધુ છે. દેશમાં એઆઇ સિસ્ટમના મધર બોર્ડ પણ બન્યા છે. નિષ્ણાતે જણાવ્યું કે ટીબી રોગના સ્ક્રીનિંગમાં એઆઇનો ઉપયોગ શરૂ કરાયો છે, અને તેને કારણે પહેલાં કરતાં 25% વધી દર્દીઓ ઓળખાઈ રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ઈંઝમામના રાજીનામાથી પાકિસ્તાન ક્રિકેટમાં હંગામો

Vivek Radadiya

DA માં વધારા બાદ જાણો કેટલા રુપિયા વધી જશે પગાર:- કર્મચારીઓ માટે મોટી ખુશખબર..

Abhayam

આરોગ્ય કર્મીઓએ માનવતા નેવે મૂકી જાણો શુ છે ખબર?

Abhayam