આગામી 12-13 ફેબ્રુઆરીના રોજ યોજાનારા આઈપીએલના મેગા ઓક્શન પહેલા પેહલાં અમદાવાદની આઈપીએલ ટીમનું નામ સામે આવ્યું છે.
અહેવાલો મુજબ અમદાવાદની નવી આઈપીએલ ટીમ હવે આ નામથી ઓળખાશે. અમદાવાદની નવી ટીમ ટીમનું આજે જાહેર થયું છે.
અમદાવાદની આઈપીએલ ટીમમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને શુભમન ગીલ (ને ખરીદવામાં આવ્યા છે. મેગા ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
હાર્દિક અને રાશિદને 15-15 કરોડ તો ગીલને 9 કરોડમાં ખરીદવામાં આવ્યો છે.
ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે અમદાવાદની આઈપીએલ ટીમ હવે અમદાવાદ ટાઇટન્સના નામથી ઓળખાશે
આ નામની જાહેરાત ટીમ દ્વારા સત્તાવાર રીતે કરવાની બાકી છે પરંતુ રમત સાથે સંકળાયેલી સત્તાવાર માહિતી આપતા સ્રોતમાં નામ સામે આવી ગયું છે.
અમદાવાદની IPL ટીમના મુખ્ય કોચ તરીકે આશિષ નહેરા મેન્ટર તરીકે ગેરી કર્સ્ટન અને ટીમ ડાયરેક્ટર તરીકે વિક્રમ સોલંકી ની પસંદગી કરવામાં આવી છે.
સોલંકીએ જ હાર્દિક સહિતના ત્રણ પ્લેયરના નામ સત્તાવાર રીતે જાહેર કર્યા હતા.
આઈપીએલની અમદાવાદની ટીમ યૂરોપની જાણીતી કંપની સીવીસી કેપિટલ દ્વારા 562 કરોડમાં એટલે કે આશરે 692 યુએસ ડોલરમાં ખરીદવામાં આવી છે.
આગામી મેગા ઓક્શનમાં ટીમના અન્ય ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે ત્યારે હવે ખેલાડી અને ટીમ આઈપીએલ 2022માં ગુજરાતીઓના દિલ જીતશે કે કેમ તે જોવું જ રહ્યુ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…