સુરત શહેરમાં વસતા આહીર સમાજ દ્વારા રસોત્સવનું આયોજન
આગામી 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે સમગ્ર ગુજરાત માંથી આહીર સમાજ ની 37, હજાર જેટલી મહિલાઓ રસોત્સવમાં પારંપરાગત રીતે જોડાઈ વ્રજવાણીની એ ઘટનાનું પુનરાવર્તન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે આહીર સમાજની 4300 જેટલી મહિલા દ્વારા સુરતમાં રસોત્સવ રમાયો
શહેરમાં આહીર સમાજ દ્વારા રસોત્સવ યોજવામાં આવ્યો હતો. 4300 જેટલી આહીર સમાજની મહિલાઓ પરંપરાગત પોશાક પહેરી રસોત્સવમાં જોડાઈ હતી. આગામી 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે સમગ્ર ગુજરાતમાંથી આહીર સમાજની 37 હજાર જેટલી મહિલાઓ રસોત્સવમાં પારંપરાગત રીતે જોડાઈ વ્રજવાણીની એ ઘટનાનું પુનરાવર્તન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવશે.
આહીર સમાજની 4300 જેટલી મહિલા દ્વારા સુરતમાં રસોત્સવ રમાયો
સુરત શહેરમાં વસતા આહીર સમાજ દ્વારા રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિર સમાજની મહિલાઓએ પારંપરાગત રીતે પોશાક પહેરી અંદાજિત 4300 જેટલી મહિલાઓએ વ્રજવાણીની એ ઘટનાની યાદમાં રાસની રમઝટ બોલાવી હતી. એક સાથે પરંપરાગત રીતે પોશાક પહેરી રાસ રમ્યા હતા. તે દરમિયાન તમામ શ્રીકૃષ્ણની યાદમાં ભાવવિભોર બની હતી. આવનારી 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકા ખાતે વ્રજવાણીનીએ ઘટનાને 5555 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની યાદમાં ભવ્ય રાસોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેના ભાગરૂપે સુરત શહેરમાં મોટી સંખ્યામાં આહીર સમાજની મહિલાઓ રસોત્સવમાં જોડાઈ હતી.
તમામ શ્રીકૃષ્ણની યાદમાં ભાવવિભોર બની હતી
આવા કાર્યક્રમમાં મહિલાઓ એકત્ર હતા સમાજમાં પણ એકતાનો મોટું ઉદાહરણ આપી શકાય તે માટે આ કાર્યક્રમનું સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે દેશમાં મહિલાઓને સન્માન આપવામાં આવે છે ત્યારે આહિર સમાજની મહિલાઓ કોઈ વસ્તુમાં પાછળ નથી તે બતાવવાનો પ્રયાસ પણ આ આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં ગુજરાતભરની આહીર સમાજની મહિલાઓ એકત્ર થઈ આ પ્રકારના ગરબા કરી વિશ્વ રેકોર્ડ બનાવવા તરફ આગળ જઈ રહી છે ત્યારે આ રેકોર્ડ કેવી રીતે અને કયા પ્રકારે બને તે જોવાનું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…….