AAP દ્વારા ચૈતર વસાવા ભરૂચથી લોકસભાના ઉમેદવાર જાહેર ગત રોજ આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ બે દિવસીય ગુજરાત મુલાકાતે છે. ગત રોજ ભરૂચની મુલાકાતે હતા. તે દરમ્યાન તેઓએ વિશાળ જનસભાને સંબોધી હતી. તેમજ ભરૂચ લોકસભા સીટ પરથી આપનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો.
AAP દ્વારા ચૈતર વસાવા ભરૂચથી લોકસભાના ઉમેદવાર જાહેર
ચૈતર વસાવાને ભરૂચ લોકસભાનાં ઉમેદવાર જાહેર કરતા મનસુખ વસાવાએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવે કે ગમે તે કરે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું. આમ આદમી પાર્ટી લોકસભાનાં ઉમેદવાર ડિકલેર કરે કે કોંગ્રેસ, ભાજપ તેમનાં કામોને લઈ જીતે છે.
ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે
તો આમ આદમી પાર્ટીનું કોઈ અસ્તિત્વ જ નથી. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે. અમારા ભાજપનાં કોઈપણ કાર્યકર બુથ સુધી પહોંચે છે. આપ વાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું પણ એવું નહિ ચાલે. આજે આ લોકોને ગેરમાર્ગે દોરનારા કોઈ દિવસ ફાઈવા નથી.
ચૈતરનો ખીલ્લો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે
ભારતીય જનતા પાર્ટી સંગઠન અને કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી જીતે છે. બીજી પાર્ટીઓ મફત બધુ આપવાની વાત કરશે પણ કોઈ નીતિ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિજાતિ મંત્રાલય બનાવ્યું અને આદિવાસીઓને તેમનાં હક્કો અપાવ્યા લાભો આપ્યા. મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાયા કે નાં જોડાય ભાજપનું સંગઠન મજબૂત છે. મહે વસાવાનાં પીઠમાં ખંજપ મારી ધારાસભ્ય બનેલા ચૈતરનો ખીલો કાઢવા મહેશ વસાવા ફરી રાજકારણમાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે